નવી દિલ્હી : જો તમારા ઘરમાં બળકો હોય અને તમે એના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવવા માગતા હો તો SBI પાસે બાળકો માટે એક સરસ સ્કીમ છે. 'પહેલા કદમ' અને 'પહેલી ઉડાન' નામની આ યોજના અંતર્ગત તમે બાળકો માટે સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ એકાઉન્ટમાં બાળકોના ભવિષ્ય માટે જરૂરી તમામ સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે બાળક આ એકાઉન્ટનો દુરુપયોગ ન કરી શકે. આ યોજના અંતર્ગત માતા-પિતા 18 વર્ષથી નીચેના બાળકનું એકાઉન્ટ ખોલાવી શકે છે.
આ બેન્ક એકાઉન્ટમાં બાળકને ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ATM Card અને ચેક બુક ફેસિલિટી જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. આ એકાઉન્ટના બે પ્રકાર છે. આમાં એક એકાઉન્ટ 10 વર્ષના નાના બાળક માટે છે અને બીજું એકાઉન્ટ 10 વર્ષથી મોટા બાળકો માટે છે. આ એકાઉન્ટ બાળકો અને માતા-પિતા સાથે જોઇન્ટ એકાઉન્ટથી ખુલે છે.
આ એકાઉન્ટની ખાસ વાતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે