Home> Business
Advertisement
Prev
Next

Business Idea: માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરો જોરદાર બિઝનેસ, છપ્પડફાડ થશે કમાણી

Business Idea: તમે પણ ઓછા રોકાણમાં બંપર કમાણીવાળો બિઝનેસ પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઇડિયા લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. 
 

Business Idea: માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરો જોરદાર બિઝનેસ, છપ્પડફાડ થશે કમાણી

Small Business:મશરૂમની ખેતી તમે ફક્ત 5 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં તમારે વધુ સંશાધનોની જરૂર નહી પડે.  જો તમે પણ ઓછા રોકાણમાં બંપર કમાણીવાળો બિઝનેસ પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઇડિયા લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. આવો જાણીએ અ બિઝનેસ (Mushroom Farming Business Ideas)વિશે વિસ્તારપૂર્વક.. 

fallbacks

જબરદસ્ત બિઝનેસ આઈડિયા
આજકાલ મશરૂમની ખેતીનો વેપાર ચલણમાં છે. વધતી માંગના કારણે લોકોએ ઘરે પણ તેની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. તમે મશરૂમ ફાર્મિંગ (Mushroom Farming) કરીને દર મહિને ઘણી કમાણી કરી શકો છો. આ બિઝનેસ માટે તમારે વધારે રોકાણ કે જગ્યાની પણ જરૂર નથી. મશરૂમ ફાર્મિંગ (Mushroom Farming Business) બિઝનેસ માત્ર એક રૂમમાંથી શરૂ કરી શકાય છે. અને આમાં નફો પણ સારો છે.

મશરૂમ ફાર્મિંગ માટે જગ્યા
મશરૂમની ખેતી માટે તમારે 30 થી 40 યાર્ડના પ્લોટમાં બનાવેલ રૂમની જરૂર પડશે, જેમાં જમીન અને બીજનું મિશ્રણ રાખવાનું છે. એટલે કે આ બિઝનેસમાં તમારે વધારે જગ્યાની પણ જરૂર નહીં પડે.

આ પણ વાંચો
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી 'ઘાતક' આગાહી; ગુજરાતમાં જૂન સુધી કમોસમી વરસાદ પડશે
આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
જૂનિયર ક્લર્કની પરીક્ષામા થશે આ નવતર પ્રયોગ, હસમુખ પટેલનુ ZEE 24 કલાક પર મોટું નિવદન

આવી રીતે કરો મશરૂમનું વેચાણ
આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે તમારા ખિસ્સા એટલે કે તમારા બજેટ પ્રમાણે તેમાં પૈસા રોકી શકો છો. એકવાર મશરૂમ ઉગી જાય, પછી તમે તેને સરળતાથી તમારા ઘરની અંદર પેક કરી શકો છો. પેક કર્યા પછી, તમે તેને બજારમાં અથવા ઓનલાઈન વેચી શકો છો. આ રીતે તમે તમારો બિઝનેસ મોટા પાયે શરૂ કરી શકો છો.

આટલા દિવસમાં ઉગી જાય છે મશરુમ
જો તમે પણ મશરૂમની ખેતી કરવા માંગો છો, તો તેના માટે તમને બજારમાં સરળતાથી રચના મળી જશે. આ સિવાય તમે તૈયાર કમ્પોઝીટ પણ ખરીદી શકો છો. ધ્યાનમાં રાખો કે તમારે તેમને શેડ અથવા રૂમમાં રાખવા પડશે. આ પછી, મશરૂમ 20 થી 25 દિવસમાં વધવા લાગે છે.

ટ્રેનિંગ લઈને શરુ કરો બિઝનેસ
મશરૂમની કિંમત 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી નથી. તમારે આ વ્યવસાયમાં વધારે રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ તેમાં નફો ઘણો વધારે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે, ઘણી સંસ્થાઓ ખેતીની તાલીમ પણ આપે છે, જેથી તમે આ વ્યવસાયને વધુ સારી રીતે કરી શકો.

આ પણ વાંચો
IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
લાખોનું ઘર લો છો તો આ ના કરતા ભૂલ, કંઇ પણ થયું તો પસ્તાવાનો પાર નહીં રહે
30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિદેવ, આ 3 રાશિવાળા પર 2 વર્ષ સુધી પૈસાનો થશે વરસાદ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More