Home> Business
Advertisement
Prev
Next

Stock Market Closing: વળી પાછું મોટા કડાકા સાથે બંધ થયું બજાર, રોકાણકારો આઘાતમાં, આ શેરે કંગાળ કર્યા

Stock Market Closing:  ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ ખુબ જ ખરાબ રહ્યો. સવારે બજાર લાલ નિશાન  સાથે ખુલ્યા અને આખો દિવસ હાહાકાર મચ્યા પછી લાલ નિશાન સાથે જ બંધ થયા. સેન્સેક્સમાં તો આજે 800થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટ ગગડી ગયો. 

fallbacks

આજે ટ્રેડિંગ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ લગભગ 872.28 પોઈન્ટ તૂટીને 58773.87 ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 267.80 પોઈન્ટ ગગડીને 17490.70ના સ્તરે બંધ થયો. 

સવારે શું હતા હાલ
નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતોના પગલે ઘરેલુ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો. પ્રમુખ સૂચકઆંક લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ અને 50 અંકવાળો નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ શરૂઆતમાં 285 અંક તૂટીને 59,361.08 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી લગભગ 76 અંક ગગડીને 17,682.90 ના સ્તરે ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેકના 30માંથી 20 શેર ઘટાડા સાથે જોવા મળ્યા. સૌથી વધુ અઢી ટકાથી પણ વધારેનો ઘટાડો કોટક મહિન્દ્રાના શેરમાં જોવા મળ્યો. જ્યારે ડો.રેડ્ડીના શેર 0.70 ટકા ચડીને ટ્રેડિંગમાં સામેલ હતા. સવારે 9.25 વાગે સેન્સેક્સ 390.86 પોઈન્ટ ઘટીને 59255.29ના સ્તરે હતો જ્યારે નિફ્ટી 118.30 ગગડીને 17640.20 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો. 

ટોપ ગેઈનર્સ
નબળી પરિસ્થિતિમાં પણ અનેક શેર હતા જેણે સારો દેખાવ કર્યો. નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં TATA Cons. Prod, આઈટીસી, કોઈલ ઈન્ડિયા, બ્રિટાનિયા, નેસ્લે જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં આઈટીસી, નેસલેના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
જે શેરે આજે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા તેમાં નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, સન ફાર્મા, લાર્સનના શેર જોવા મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More