Home> Business
Advertisement
Prev
Next

Stock Market Update: શેર બજારમાં ફરી ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ, આ મોટા શેરે લગાવ્યો ચૂનો

Stock Market Closing Update on 14 July 2022: શેર બજારમાં આજે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશના સાથે બંધ થયા છે. આજના કારોબારી દિવસ પૂર્ણ થતા મુંબઇ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ સેન્સેક્સ 98.00 પોઈન્ટ એટલે કે 0.18 ટકાના ધટાડા સાથે 53,416.15 પોઈન્ટ પર બંધ થયો.

Stock Market Update: શેર બજારમાં ફરી ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ, આ મોટા શેરે લગાવ્યો ચૂનો

Stock Market Updates: શેર બજારમાં છેલ્લા કેટલાક સમયથી કારોબારી સત્રથી સારા સમાચાર સામે આવ્યા નથી. ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સંકેત વચ્ચે આજે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે પણ શેર બજારમાં ઘટાડો થયો છે. જો કે, આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું અને દિવસ ભર કારોબાર બાદ લાલ નિશાન સાથે બંધ થયું. આજના કારોબારી દિવસ પૂર્ણ થતા મુંબઇ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ સેન્સેક્સ 98.00 પોઈન્ટ એટલે કે 0.18 ટકાના ધટાડા સાથે 53,416.15 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નિફ્ટી 28.00 પોઈન્ટ એટલે કે 0.18 ટકા ઘટાડા સાથે 15,938.65 પોઈન્ટ પર બંધ થયો છે.

fallbacks

સવારથી કેવી રહી બજારની સ્થિતિ?
અમેરિકામાં મોંઘવારી રેકોર્ડ સ્તર પર પહોંચવા અને ગ્લોબલ માર્કેટના મિશ્ર વલણ વચ્ચે ગુરુવારના ભારતીય શેર બજારમાં હરિયાળી જોવા મળી છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ખુલ્યા છે. 30 પોઇન્ટનો સેન્સેક્સ શરૂઆતમાં 174.47 પોઇન્ટ ઉછળી 53,688.62 ના સ્તર પર ખુલ્યો છે. ત્યારે 50 પોઇન્ટનો નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 54 પોઇન્ટ ઉછળી 16,018.85 ના સ્તર પર ખુલ્યો છે. બજાર ખુલ્યાના થોડા સમય બાદ બંને ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી.

પાંચ દિવસથી ઘટી રહ્યું હતું સોનું, જાણો શું છે આજે 10 ગ્રામનો ભાવ

ગ્લોબલ માર્કેટમાં મિશ્ર વલણ
બીજી તરફ ગ્લોબલ માર્કેટમાંથી મિશ્ર વલણના સંકેત મળી રહ્યા છે. અમેરિકામાં જૂન મહિનાની મોંઘવારી આંકડા આવ્યા બાદ અમેરિકન બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ડાઓ જોન્સ 450 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ વચ્ચે 200 પોઈન્ટ ઘટી બંધ થયો. નેસ્ડેકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. યુરોપીયન બજારમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એશિયન માર્કેટમાં પણ વેચાણનું પ્રભુત્વ જોવા મળ્યું.

અહીં થયું 5 રૂપિયા સસ્તુ પેટ્રોલ, ડીઝલ પર મોટી રાહત; જાણો નવી કિંમત

અલઆઇસીના શેરની સ્થિતિ
એલઆઇસીના શેરમાં આજે 14 જુલાઇના ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે એલઆઇસીના શેરમાં 3.85 એટલે કે 0.54 ટકાના ઘટાડો થયો છે અને તે 715.00 રૂપિયા પર પહોંચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More