Home> Business
Advertisement
Prev
Next

Stock Market Update: આજે શેરબજારે હચમચાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ, પણ LIC ના શેરે કર્યો કમાલ 

Stock Market Updates:  ગ્લોબલ માર્કટમાંથી મળી રહેલા સંકતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા દિવસે શેરબજાર ફરી નીચે ગયું. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે લાલ નિશાન પર બંધ થયા.

Stock Market Update: આજે શેરબજારે હચમચાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ, પણ LIC ના શેરે કર્યો કમાલ 

Stock Market Updates:  ગ્લોબલ માર્કટમાંથી મળી રહેલા સંકતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા દિવસે શેરબજાર ફરી નીચે ગયું. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે લાલ નિશાન પર બંધ થયા. આજે વેપાર બંધ થયો ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 150.48 અંક ગગડીને 0.28 ટકાના ઘટાડા સાથે 53,026.97 અંકો પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 66.50 અંક એટલે કે 0.42 ટકાના ઘટાડા સાથે 15,783.70 અંક પર બંધ થયો છે. 

fallbacks

વર્ષ 2022ના પહેલા છમાસિક વીતવામાં બસ એક દિવસ બાકી છે ત્યારે આજે પણ શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો. 1 જાન્યુઆરી થી 29 જૂન સુધી બજારમાં અનેકવાર મોટો ઘટાડો જોવા મળ્યો. અત્રે જણાવવાનું કે આ છમાસિકમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 9 ટકા નબળાઈ આવી. એટલું જ નહીં લગભગ 80 ટકા શેરોએ રોકાણકારોને નુકસાન કરાવ્યું. 

આજના ટોપ શેર
આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં દિગ્ગજ શેરોમાં એનટીપીસી 2.38 ટકા, રિલાયન્સ 1.74 ટકા, સન ફાર્મા 1.52 ટકા, આઈટીસી 0.61 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.57 ટકા, ભારતી એરટેલ 0.48 ટકા, નેસ્લે 0.46 ટકા, પાવર ગ્રિડ 0.26 ટકા, મારુતિ સુઝૂકી 0.20 ટકા, ટાટા સ્ટીલ 0.07 ટકાની તેજી જોવા મળી. 

આ શેરોએ આપ્યો આંચકો
આજના કારોબારમાં એચયુએલમાં 3.63 ટકા, એક્સિસ બેંક 2.84 ટકા, બજાજ ફિનસર્વ 2.23 ટકા, વિપ્રો 1.64 ટકા, એલસીએલ ટેક 1.62 ટકા, કોટક મહિન્દ્રા 1.40 ટકા, ટાઈટન કંપની 1.59 ટકા, બજાજ ફાઈનાન્સ 1.17 ટકા, એસબીઆઈમાં 1.15 ટકા ઘટાડો જોવા મળ્યો. 

સવારે લાલ નિશાનમાં ખુલ્યું બજાર
બુધવારે સવારે ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. કારોબારી સેશનમાં શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટી ધડામ દઈને પડ્યા. સેન્સેક્સે 554 અંક ઘટીને  52,623 અંકથી કારોબારની શરૂઆત કરી હતી. જ્યારે નિફ્ટી 15,701.70 અંક પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 28 શેર લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. 

એલઆઈસી શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે તેજી જોવા મળી. આજે એલઆઈસીનો શેર 13.70 એટલે કે 2.07 ટકાની તેજી સાથે 677.05 રૂપિયા પર પહોંચ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More