જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે ધૈર્ય જરૂરી છે. માર્કેટમાં યોગ્ય સ્ટોકની પસંદગી તમને ધૈર્ય રાખવાથી જ કરોડપતિ બનાવી શકે છે. માર્કેટમાં રોકાણકારો એવા સ્ટોકની શોધમાં હોય છે કે જેમાં સારું રિટર્ન મળવાની શક્યતા હોય છે અને મલ્ટીબેગર સ્ટોક એમાંથી એક હોય છે.
આવો જ એક સ્ટોક છે ટીસીપીએલ પેકેજિંગ(TCPL Packaging). નિફ્ટીમાં કંપનીના શેર મંગળવારે 4,150.50 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે 16 વર્ષ પહેલા કંપનીના શેરોનો ભાવ 21 રૂપિયા હતો. એટલે ત્યારથી લઈને અત્યાર સુધી કંપનીના શેરોના ભાવમાં 19471 ટકાની તેજી જોવા મળી છે. આ દરમિયાન પોઝીશનલ રોકાણકારોનું રિટર્ન 197 ટકા વધ્યું છે.
રોકાણકારો કરોડપતિ બન્યા
અત્રે જણાવવાનું કે 16 વર્ષ પહેલા જે રોકાણકારોએ આ સ્ટોક પર ભરોસો કરીને 1 લાખ રૂપિયા રોક્યા હશે તેમના પૈસા આજના સમયમાં 1.96 કરોડ રૂપિયા જેટલા થઈ ગયા હશે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો 16 વર્ષમાં આ સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન દ્વારા પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે કંપનીના શેરોનો ભાવ 9 ટકા ચડી ગયો હતો. શોર્ટ ટર્મમાં કંપનીના શેરોનો ભાવ તેજીથી ચડી રહ્યો છે. જ્યારે 6 મહિના પહેલા કંપનીના શેરોને ખરીદીને હોલ્ડ કરનારા રોકાણકારોને અત્યાર સુધીમાં 27 ટકાનો લાભ થયો છે. એટલું જ નહીં એક વર્ષમાં કંપનીના શેરોનો ભાવ 86 ટકા સુધી વધી ચૂક્યા છે.
2025માં કેવું રહ્યું શેરોનું પ્રદર્શન?
આ વર્ષે પણ કંપીએ પોતાના પ્રદર્શનથી રોકાણકારોને ખુબ ખુશ કર્યા છે. 2025માં કંપનીના શેરોનો ભાવ 26 ટકા સુધી વધી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે કંપનનો 52 વીક હાઈ 4230 રૂપિયા છે. હવે કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કંપનીનો નેટ પ્રોફિટ ડિસેમ્બર ત્રિમાસિકમાં 37.70 કરોડ રૂપિયા રહ્યો છે. વાર્ષિક આધાર પર કંપનીનો નેટ પ્રોફિટ 32 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલા આ ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ 18.80 કરોડ રૂપિયા રહ્યો હતો.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે