Home> Business
Advertisement
Prev
Next

61 પૈસાના આ શેરને ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, સતત અપર સર્કિટ, હવે ડિવિડન્ડ આપશે કંપની

Stock Market Latest Update: આ પેની સ્ટોકમાં અચાનક તેજી જોવા મળી છે. કંપની પહેલીવાર ડિવિડન્ડ આપવાની તૈયારી કરી રહે છે. જેના માટે એક બેઠક મે મહિનાના પહેલા અઠવાડિયામાં બોલાવવામાં આવી છે. જાણો વિગતો. 

61 પૈસાના આ શેરને ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, સતત અપર સર્કિટ, હવે ડિવિડન્ડ આપશે કંપની

એક માઈક્રો કેપ કંપનીના શેર છેલ્લા કેટલાક કારોબારી સેશન્સમાં સતત અપર સર્કિટને ટચ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે કંપની પહેલીવાર ડિવિડન્ડ આપવાની છે અને તેના વિશે જલદી જાહેરાત કરી શકે છે. આ શેર છે શરણમ ઈન્ફ્રાપ્રોજેક્ટ એન્ડ ટ્રેડિંગ (Sharanam Infraproject and Trading). કંપનીના શેર ગત ગુરુવારે 3 ટકાથી વધુ ચડીને 0.61 રૂપિયા પર હોંચી ગયા હતા. અત્રે જણાવવાનું કે શરણમ ઈન્ફ્રાપ્રોજેક્ટ એન્ડ ટ્રેડિંગનું બોર્ડ પહેલીવાર ડિવિડન્ડ આપવા પર વિચાર કરી  રહ્યું છે. 

fallbacks

સતત અપર સર્કિટમાં શેર
બુધવારે અને ગુરુવારે 1 રૂપિયાથી ઓછા ભાવવાળા આ પેની સ્ટોકે ક્રમશ: 0.59 રૂપિયા અને 0.61 રૂપિયા પ્રતિ શેર પર પોતાની અપર સર્કિટને સ્પર્શ કર્યો હતો. શરણમ ઈન્ફ્રાપ્રોજેક્ટ એન્ડ ટ્રેડિંગના શેર ગુરુવારે બીએસઈ પર 3 ટકાથી વધુ ચડીને 0.61 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયા હતા. કંપનીના શેરોમાં હાલમાં જ તેજી જોવા પાછળ કારણ તેના બોર્ડે બુધવારે એક્સચેન્જોને ડિવિડન્ડ પર વિચાર કરવા માટે બોર્ડ મિટિંગ વિશે જાણ કરી. 50 ટકા સુધીના ડિવિડન્ડની ભલામણ/ જાહેરાત પર વિચારણા કરવા માટે કંપનીના બોર્ડની 6 મેના રોજ બેઠક થવાની છે. શરણમ ઈન્ફ્રાપ્રોજેક્ટનું પહેલું ડિવિડન્ડ ચૂકવણી 0.50 રૂપિયા પ્રતિ શેર રહેશે. 

પેની સ્ટોકનો ભાવ 1 રૂપિયાથી પણ ઓછો
કંપનાના શેર હાલમાં બીએસઈ પર એક રૂપિયાથી પણ ઓછા  ભાવે ટ્રેડ થઈ રહ્યા છે અને ગત એક સપ્તાહમાં 5 ટકાથી વધુ ચડ્યા છે. જો કે બીએસઈ એનાલિટિક્સ મુજબ શરણમ ઈન્ફ્રાપ્રોજેક્ટના પેની સ્ટોકમાં 2025માં અત્યાર સુધીમાં 40 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં શેરોમાં 37 ટકાનો ઘટાડો થયો છે. ગત અઠવાડિયે માઈક્રો કેપ ફર્મે પોતાના મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) ભાવિનકુમાર રસિકલાલ શેરથિયાના રાજીનામાની જાણ કરી. કંપનીએ કહ્યું કે સીએફઓએ 12 એપ્રિલ 2025થી પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેમાં કહેવાયું છે કે તેમના રાજીનામા માટે તેમના ત્યાગપત્રમાં અપાયેલા કારણો સિવાય અન્ય કોઈ કારણ નથી. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. ZEE 24 KALAK કોઈ પુષ્ટી કરતું નથી. )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More