Home> Business
Advertisement
Prev
Next

તેજી સાથે શેર બજાર ખૂલ્યું, સેન્સેક્સમાં 52 પોઈન્ટનો વધારો

આ કારોબારી અઠવાડિયાના સતત બીજા દિવસે સેન્સેક્સ લીલા નિશાન સાથે ખૂલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ 52.41 પોઈન્ટ (0.14%) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 52.41 પોઈન્ટ (0.14%)ની તેજી સાથે ક્રમશ: 36,370.74 અને 10,899.65 પર ખૂલ્યો. મંગળવારે માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. 9:30 વાગે નિફ્ટીના 26 શેર લીલા નિશાન અને 24 શેર લાલ નિશાન પર જોવા મળ્યા. 

તેજી સાથે શેર બજાર ખૂલ્યું, સેન્સેક્સમાં 52 પોઈન્ટનો વધારો

મુંબઇ: આ કારોબારી અઠવાડિયાના સતત બીજા દિવસે સેન્સેક્સ લીલા નિશાન સાથે ખૂલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ 52.41 પોઈન્ટ (0.14%) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 52.41 પોઈન્ટ (0.14%)ની તેજી સાથે ક્રમશ: 36,370.74 અને 10,899.65 પર ખૂલ્યો. મંગળવારે માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. 9:30 વાગે નિફ્ટીના 26 શેર લીલા નિશાન અને 24 શેર લાલ નિશાન પર જોવા મળ્યા. 

fallbacks

છ દિવસ બાદ સસ્તું થયું પેટ્રોલ, જાણો શું છે આજનો ભાવ

સેન્સેક્સના જે શેર મજબૂત થયા તેમાં એક્સિસ બેંક (1.26%), યસ બેંક (0.94%) વીઈડીએલ (1.23%), રિલાયન્સ (1.16%), એનટીપીસી (0.82%), આઈસીઆઈસીઆઈ બેંક (0.93%), ટાટા સ્ટીલ (0.59%), મારૂતિ (0.03%), બજાજ ફાઈનાન્સ (0.26%), બજાજ ઓટો (0.02%) અને પાવરગ્રિડ (0.65%) સામેલ હતા. તો નિફ્ટી પર એક્સિસ બેંકના શેર 1.11%, 0.91%, એનટીપીસી 1.13%, એસબીઆઇ એન કે 0.98%, રિલાયન્સના 1.13%, ઝી એન્ટરમેંટના 3.11%, એશિયન પેંટ્સ અને વીઈડીએલ 1.16% સુધી મજબૂત રહ્યા. 

સેન્સેક્સ પર એચડીએફસી બેંક 0.04% અને બજાજ ઓટો 0.08% જ્યારે નિફ્ટી યૂપીએલ 1.26% સુધી નબળા પડ્યા હતા. આ પહેલાં સોમવારે શેર બજાર તેજી સાથે ખૂલ્યા બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. મંગળવારે તેજી સાથે બજાર બંધ થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More