Stock Market Update: અમેરિકામાં ઓગસ્ટ મહિનાનો મોંઘવારી દર અંદાજા કરતા વધુ આવવાના કારણે તથા વ્યાજ દર વધવાની આશંકાના પગલે પહેલા અમેરિકી બજાર તૂટ્યું અને ત્યારબાદ આજે સવારે ભારતીય શેર બજારમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતીય શેર બજારના બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી સવારે લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં જ 30 અંકવાળો સેન્સેક્સ 1153.96 અંક તૂટીને 59,417.12 ના સ્તર પર ખુલ્યું. જ્યારે 50 અંકવાળો નિફ્ટી સૂચકઆંક પણ 17800ના સ્તરથી નીચે ખુલ્યો.
હાલ બજારની સ્થિતિ
હાલ સવારે 9.35 વાગે બજારની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો સેન્સેક્સ 565.39 પોઈન્ટના કડાકા સાથે 60005.69 ના સ્તરે જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટી 156.80 પોઈન્ટના ઘટાડા સાથે 17913.20 ના સ્તરે જોવા મળી રહ્યો છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પ, ટાટા કોન્સ. પ્રોડ, કોઈલ ઈન્ડિયા, એસબીઆઈના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એનટીપીસી પાવર ગ્રિડ કોર્પ, એસબીઆઈ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસીના શેર હાલ જોવા મળે છે.
ટોપ લૂઝર્સ
નિફ્ટી અને સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં હાલ ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રોના શેર જોવા મળી રહ્યા છે.
અમેરિકી બજારમાં કડાકો
અમેરિકામાં ઓગસ્ટમાં મોંઘવારી દર અંદાજા કરતા વધુ આવવાથી અમેરિકી બજારમાં હાહાકાર મચી ગયો. મંગળવારે ટ્રેડિંગ બંધ થયું ત્યારે ડાઉ જોન્સ 1276 પોઈન્ટ ઘટીને 31105ના સ્તરે બંધ થયો. જ્યારે નાસ્ડેક 633 પોઈન્ટ ગગડીને 11634ના સ્તરે પહોંચી ગયો. એશિયન બજાર અઢી ટકા તૂટ્યા અને SGX નિફ્ટી 300 અંક ગગડ્યો. અત્રે જણાવવાનું કે અમેરિકામાં મોંઘવારી દર ઓગસ્ટમાં 8.3 ટકા પર પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે