Home> Business
Advertisement
Prev
Next

Stock Market Opening: મંદીના ભણકારા! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી પછડાયા

શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 174.69 અંક એટલે કે 0.31 ટકા ઘટીને 55,897.54 અંકના સ્તરે ખુલ્યો.

Stock Market Opening: મંદીના ભણકારા! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી પછડાયા

Stock Market Live: ગ્લોબલ માર્કેટમાંથી મળતા મિક્સ સંકેતોના પગલે આજે ભારતીય સેર બજારમાં ઉતાર ચડાવના સંકેત મળી રહ્યા છે. આજે  અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 174.69 અંક એટલે કે 0.31 ટકા ઘટીને 55,897.54 અંકના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી પણ 45.75 અંક એટલે કે 0.27 ટકા ઘટીને 16,673.70 સ્તરે ખુલ્યો. 

fallbacks

વૈશ્વિક બજારના હાલ
ઘરેલુ શેર બજારમાં આજે વૈશ્વિક બજારમાંથી મળતા સંકેત જોવા મળી રહ્યા છે. આજે ટ્રેડિંગમાં પ્રમુખ એશિયન બજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. SGX Nifty માં 0.37 ટકા ઘટાડો  જચે. જ્યારે નિક્કેઈમાં 225માં 0.78 ટકા નબળાઈ જોવા મળી રહી છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.66 ટકા તેજી છે. જ્યારે હેંગસેંગમાં 0.70 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેટેડમાં 0.30 ટકા નબળાઈ છે. જ્યારે કોસ્પીમાં 0.17 ટકા તેજી છે. શાંઘાઈ કમ્પોઝિટમાં 0.45 ટકા ઘટાડો જોવા મળ્યો છે. 

આ અગાઉ ડાઉ જોન્સમાં 137.61 અંક એટલે કે 0.43 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે 31,899.29 સ્તરે બંધ થયું. S&P 500 ઈન્ડેક્સમાં 0.93 ટકા નબળાઈ જોવા મળી. જે  3,961.63 ના લેવલ પર  બંધ થયો. જ્યારે નાસ્ડેકમાં 1.87 ટકા ઘટાડો જોવા મળ્યો. અને તે 11,834.11 ના લેવલ પર બંધ થયો. અમેરિકામાં અર્નિંગ સીઝન અત્યાર સુધીમાં આશા કરતા નબળો રહ્યો છે. જેણે મંદીની આશંકાને તેજ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More