Home> Business
Advertisement
Prev
Next

Stock Market Opening: અમેરિકી બજાર 22 મહિનાના નીચલા સ્તરે જતા ભારતીય શેરબજારમાં હાહાકાર

Share Market Live Update: વૈશ્વિક બજારના ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા. 30 શેરવાળો બીએસઈ સેન્સેક્સ  573.89 પોઈન્ટ તૂટીને 57,525 ના સ્તરે ખુલ્યો જ્યારે 50 અંકવાળો એનએસઈ સૂચકઆંક નિફ્ટી પણ 172.30 પોઈન્ટ તૂટીને 17155 ના સ્તરે ખુલ્યો. 

fallbacks

22 મહિનાના નીચલા સ્તરે અમેરિકી બજાર
બીજી બાજુ મંદીની આહટ અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દર વધારવામાં આવ્યા બાદ ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ શુક્રવારે 486 અંક ઘટીને 29,590 ના સ્તરે આવી ગયો. આ ડાઉ જોન્સનું 22 મહિનાનું નીચલું સ્તર છે. જ્યારે નાસ્ડેક 199 અંકના ઘટાડા સાથે 10,868 અંકના સ્તરે જોવા મળ્યો. SGX માં લગભગ 180 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ ફ્યૂચર્સમાં પણ લગભઘ 170 પોઈન્ટનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. 

ટોપ ગેઈનર્સ
ટોપ ગેઈનર્સમાં એચયુએલ, નેસ્લે, બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસના શેર સામેલ છે. 

ટોપ લૂઝર્સ
ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ કોર્પ, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝૂકી, એમ&એમ, NTPC ના શેર જોવા મળી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More