Home> Business
Advertisement
Prev
Next

આર્થિક પેકેજની જાહેરાત બાદ શેર બજારમાં ભારે ઉછાળો, જાણો કેવો બિઝનેસ કરી રહ્યો છે સેન્સેક્સ

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) તરફથી કોરોના વાયરસ (Coronavirus) મહામારી પર 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતથી બજારમાં આજે રોનક જોવા મળી રહી છે.

આર્થિક પેકેજની જાહેરાત બાદ શેર બજારમાં ભારે ઉછાળો, જાણો કેવો બિઝનેસ કરી રહ્યો છે સેન્સેક્સ

નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) તરફથી કોરોના વાયરસ (Coronavirus) મહામારી પર 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતથી બજારમાં આજે રોનક જોવા મળી રહી છે. આજે શેર બજાર રાહતની આશા સાથે ખુલ્યું છે. સવારે ખુલતાં જ કારોબારમાં તેજી જોવા મળી હતી. મુંબઇ સ્ટોક એક્સચેંજના 50 શેરો પર આધારીત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી પણ 257 પોઇન્ટની તેજી સાથે 9,878 પર ખુલ્યો હતો. 

fallbacks

ગઇકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ આર્થિક પેકેજને 'આત્મ નિર્ભર' બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલુંભર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે RBI નિર્ણયને જોડતાં આ પેકેજ લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું છે, જોકે GDP ના 10% છે. આ આર્થિક પેકેજ વિશે નાણામંત્રી વિસ્તારપૂર્વક જાણકારી આપશે. 

PM મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિભિન્ન વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને 20 લાખ કરોડ રૂપિયાનો સપોર્ટ મળશે. તેમણે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં Land, Labour, Liquidity  અને Law પર પણ ભાર મુકવામાં આવશે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More