Home> Business
Advertisement
Prev
Next

Stock Market Update: શેર માર્કેટમા લાલિમા છવાઈ, આખરે કેમ માર્કેટમા તેજી આવી નથી રહી?

Stock Market Update: ગઈકાલના વધારા બાદ આજે ફરી શેર માર્કેટ લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યું. માર્કેટ એક સીમિત દાયરામાં ફરી રહ્યુ છે. હાલ એવા કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા કે તે ફરી લયમાં આવી શકે. એક્સપર્ટસ દ્વારા તેના અનેક કારણો બતાવાયા છે

Stock Market Update: શેર માર્કેટમા લાલિમા છવાઈ, આખરે કેમ માર્કેટમા તેજી આવી નથી રહી?

ઝી મીડિયા/બ્યૂરો :બુધવારે શેર માર્કેટ (Share Market) મોમેન્ટમ માટે ઝઝૂમી રહેલુ દેખાઈ રહ્યુ છે. મંગળવારે માર્કેટમા રૈલી (Rally In Share Market) આવતા દેખાઈ હતી. પરંતુ સોમવારે માર્કેટમા ભારે ઘટાડો નોંધાયો હતો. મંગળવારે માર્કેટમાં તેજી પરત આવવા પર એવુ કહેવાયુ છે કે, તે રિકવરી છે. સાથે જ વેપારીઓની નજર રશિયા-યુક્રેનની વચ્ચેના તણાવ પર પણ ટકેલી છે. 

fallbacks

ઈન્ડેક્સ હેવીવેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકમા નરમાશ જોવા મળી. મંગળવારે શાનદાર રિબાઉન્ડ પર બીએસઈ સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 300 થી વધુ અંકોની તેજી જોવા મળી. પરંતુ જલ્દી જ જમીન ગુમાવી અને લીલા રંગના નિશાનથી લાલ રંગના નિશાન પર પહોંચી ગયું. 

એનએસઈ નિફ્ટી 50 ઈન્ડેક્સ મોટાભાગના સમય સુધી 17,324.75 પર સપાટ રહ્યું. જ્યારે કે બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ 0.25 ટકા કે 144.51 અંક નીચે 57,997.54 પર હતું. મંગળવારે બંને ઈન્ડેક્સમાં 3 ટકા સુધીની તેજી આવી હતી. 

લાલ રંગમા શેર બજાર
રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા જ્યારે એવુ કહેવામાં આવ્યું કે, તેમના સૈનિક અભ્યાસ બાદ પોતાના બેઝ પર પરત ફરી રહ્યાં છે, તો તેના બાદ વૈશ્વિક શેરોમાં તેજી જોવા મળી છે.

ઉચ્ચ મોંઘવારી અને વ્યાજ દર
ઉંચી મોંઘવારી અને વ્યાજ દરમા વધારા જેવી ચિંતાઓ હજી પૂરી થઈ નથી. જેને કારણે શેર બજાર ગતિ પકડવામાં અસફળ થતુ જોવા મળ્યું. સાથે જ વિદેશી ઈન્સ્ટિટ્યુશન ઈન્વેસ્ટર્સ તરફ સતત વેચાણ થઈ રહ્યુ છે. જેમ માર્કેટમાં થોડી તેજી આવે છે, તરત જ વેચાણનો દોર શરૂ થઈ જાય છે.   

ફોકસમા બાકીના સ્ટોક
નિફ્ટી એનર્જિ ઈન્ડેક્સ 0.8 ટકા ચઢ્યુ. જ્યારે કે, રિયલ્ટી ઈન્ડેક્સ 1.7 ટકા ચઢ્યુ. આઈડીબીઆઈ બેંકના શેરોમાં 5.5 ટકાનો વધારો થયો. એક રિપોર્ટમા કહેવાયુ કે, ભારત સરકાર આ મહિને રાજ્યના સ્વામિત્વવાળા ઋણદાતાના ખાનગીકરણની શરૂઆત કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More