Home> Business
Advertisement
Prev
Next

બઢત સાથે બજારની શરૂઆત, Nifty 11,750ની પાર ખૂલ્યો, રૂપિયો થયો મજબૂત

મંગળવારે સ્ટોક માર્કેટમાં આવેલી તેજીનું વલણ આજે બુધવારે બજાર ખુલતી વખતે પણ જોવા મળ્યું. બજારની ઓપનિંગ લીલા નિશાન પર થઇ. મુંબઇ શેર બજારના 30 શેરોવાળો સેન્સેક્સ સવારે 10 વાગ્યા સુધી 0.72 ટકાના વધારા સાથે 39,328 પોઇન્ટ પર હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 90 પોઇન્ટના ઉછાળ સાથે 11,781ના સ્તર પર પહોંચી ગયો.  

બઢત સાથે બજારની શરૂઆત, Nifty 11,750ની પાર ખૂલ્યો, રૂપિયો થયો મજબૂત

મુંબઇ: મંગળવારે સ્ટોક માર્કેટમાં આવેલી તેજીનું વલણ આજે બુધવારે બજાર ખુલતી વખતે પણ જોવા મળ્યું. બજારની ઓપનિંગ લીલા નિશાન પર થઇ. મુંબઇ શેર બજારના 30 શેરોવાળો સેન્સેક્સ સવારે 10 વાગ્યા સુધી 0.72 ટકાના વધારા સાથે 39,328 પોઇન્ટ પર હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 90 પોઇન્ટના ઉછાળ સાથે 11,781ના સ્તર પર પહોંચી ગયો.  

fallbacks

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ સવારે 9.38 વાગે 373.58 પોઇન્ટની મજબૂતી સાથે 39,419.92 પર અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરો આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી પણ લગભગ 107.35 પોઇન્ટની બઢત સાથે 11,798.85 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. 

બીજી તરફ સ્ટોક માર્કેટની સાથે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. ડોલરના મુકાબલે 14 પૈસાની મજબૂતી સાથે 69.70 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. 

મંગળવારે સેન્સેક્સ કારોબાર દરમિયાન લગભગ 300 પોઇન્ટ ઉપર નીચે થયા બાદ અંતે 85.55 પોઇન્ટ એટલે કે 0.22 ટકાની બઢત સાથે 39,046.34 પોઇન્ટ પર બંધ થયો. કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 39,167.83 પોઇન્ટ અને નીચેમાં 38,870.96 પોઇન્ટ સુધી આવ્યો હતો. નિફ્ટી નિફ્ટી 19.35 પોઇન્ટ એટલે કે 0.17 ટકાની બઢત સાથે 11,691.50 પોઇન્ટ પર બંધ થયો. કારોબાર દરમિયાન તેણે 11,727.20 પોઇન્ટનું ટોચનું લેવલ તથા 11,641.15 પોઇન્ટના નીચલા સ્તરને ટચ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More