Home> Business
Advertisement
Prev
Next

કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે, આદિવાસી ખેડૂતે ટાંકામાં મોતીની ખેતી કરીને બતાવ્યું પોતાનું ટેલેન્ટ

કહેવાય છે કે મોતી સમુદ્રમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે. તાપી જિલ્લાના એક નાનકડા ગામમાં આદિવાસી એન્જિનિયર યુવાને પાણીના ટાંકામાં મોતીના ખેતી (pearl farming) ની શરૂઆત કરી છે. જેને લઈ આ યુવાનના પ્રયોગને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માં ચર્ચા થઈ રહી છે.

કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે, આદિવાસી ખેડૂતે ટાંકામાં મોતીની ખેતી કરીને બતાવ્યું પોતાનું ટેલેન્ટ

નરેન્દ્ર ભૂવેચિત્રા/તાપી :કહેવાય છે કે મોતી સમુદ્રમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે. તાપી જિલ્લાના એક નાનકડા ગામમાં આદિવાસી એન્જિનિયર યુવાને પાણીના ટાંકામાં મોતીના ખેતી (pearl farming) ની શરૂઆત કરી છે. જેને લઈ આ યુવાનના પ્રયોગને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માં ચર્ચા થઈ રહી છે.

fallbacks

એક વર્ષમાં મોતી છીપમાંથી બહાર આવશે 
તાપી (Tapi) જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામના એન્જિનિયર યુવાન હેમંતભાઈ ચૌધરી રહે છે. જેમણે પોતાના ઘરે ટાંકા બનાવી મોતીના ખેતીની શરૂઆત કરી છે. આ મોતી થકી આ યુવાન આગામી એક વર્ષના અંતે લાખો રૂપિયાની કમાણી કરી શકશે. ખાસ વાત તો એ છે કે, આ યુવક અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડશે. હેમંતભાઈએ ત્રણ જેટલા પાણીના ટાંકા બનાવી તેમાં બે હજાર જેટલા છીપ નાંખ્યા છે. જેમાં કાચા મોતી નાંખી શરૂઆત કરી છે. જે આગામી એક વર્ષ દરમ્યાનમાં મોતી સ્વરૂપે બહાર આવશે અને આ યુવાનને લાખો રૂપિયાની આવક થશે.

fallbacks

એક મોતીની માર્કેટ કિંમત 100 રૂપિયા
આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ત્યારે આવા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અને તાલીમ માટે અલગ તાલીમાર્થીની જરૂરિયાત હોય છે. આ માટે હેમંતભાઈ રાજકોટના વતની એવા એક તાલીમ આપનાર સરફરાઝભાઈનો સંપર્ક કર્યો હતો. આ એક્સપર્ટ પાસેથી કાચા મોતીની સર્જરી કરી છીપમાં ભરવાનું કામ કરે છે અને હેમંતભાઈને પણ તેમણે તાલીમ આપી હતી. એકવાર આ મોતી પરિપક્વ થઈ જશે ત્યારે એક મોતીની કિંમત આશરે 100 રૂપિયા મળશે.

fallbacks

મહત્તમ પશુપાલન અને ખેતી પર નિર્ભર એવા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં પ્રથમ વાર કોઈ ખેડૂતે મોતીની ખેતી કરી હોય એવું કહેવું મુશ્કેલ નથી. ત્યારે ભણીગણીને મોતીની ખેતી તરફ વળવું અને કમાણી કરવી એ પણ એક સારી બાબત કહી શકાય. કારણ કે મોટા ભાગે મોતીની ખેતી તળાવમાં કરવામાં આવતી હોય છે. પરંતુ પાણીના ટાંકામાં મોતીની ખેતીની શરૂઆત કરવી એ પણ મોતીદાર ખેડૂતની નિશાની કહી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More