Home> Business
Advertisement
Prev
Next

સરકારની આ સુપરહિટ યોજનામાં 1 રૂપિયો લગાવો અને મેળવો 15 લાખ, ફટાફટ કરો એપ્લાય

આ યોજનામાં રોકાણ કરી તમે પોતાની પુત્રીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે જ ઇનકમ ટેક્સમાં પણ બચત કરી શકશો. આ સ્કીમ હેઠળ તમે દરરોજ ફક્ત 1 રૂપિયાની બચત કરીને ફાયદો લઇ શકો છો. તો આવો જાણીએ તેના વિશે. 

સરકારની આ સુપરહિટ યોજનામાં 1 રૂપિયો લગાવો અને મેળવો 15 લાખ, ફટાફટ કરો એપ્લાય

નવી દિલ્હી: Sukanya Samriddhi Yojana: જો તમે પણ ઓછા જોખમમાં શાનદાર ફાયદો ઇચ્છો છો તો કેન્દ્ર સરકાર તમારા માટે એક સારી યોજના લઇને આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) એટલે SSY. આ યોજનામાં રોકાણ કરી તમે પોતાની પુત્રીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે જ ઇનકમ ટેક્સમાં પણ બચત કરી શકશો. આ સ્કીમ હેઠળ તમે દરરોજ ફક્ત 1 રૂપિયાની બચત કરીને ફાયદો લઇ શકો છો. તો આવો જાણીએ તેના વિશે. 

fallbacks

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) કેન્દ્રની એક નાનકડી બચત યોજના છે જેને 'બેટી બચાવો બેટી પઢાઓ' સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. નાની બચત સ્કીમની યાદીમાં સુકન્યા સૌથી સારું વ્યાજ આપનાર યોજના છે. તેમાં ફક્ત 250 રૂપિયાથી એકાઉન્ટ ખોલી શકાય છે. તેનો અર્થ એ છે કો તમે દરરોજ 1 રૂપિયો પણ બચાવો છો તો પણ તમે આ સ્કીમનો લાભ લઇ શકો છો. કોઇ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જરૂર જમા કરાવો. ધ્યાન આપો કે કોઇ એક નાણાકીય વર્ષમાં SSY ખાતામાં એકવારમાં 1.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવી ન શકાય. 

Tips: આ પ્રેશર પોઇન્ટ ટચ કરતા જ પાર્ટનરને મળશે Best Orgasm, ક્લાઇમેક્સ સુધી પહોંચનો ઇઝી વે

7.6 ટકાના દરથી વ્યાજ
આ યોજના હેઠળ (Sukanya Samriddhi Account) તમને 7.6 ટકાના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું હતું. તેમાં ઇનકમ ટેક્સ છૂટ સાથે છે. પહેલા6 9.2 ટકા સુધી પણ વ્યાજ મળ્યું છે. એટલું જ નહી 8 વર્ષની ઉંમર બાદ પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના મામલે 50 તકા સુધી પૈસા નિકાળી શકો છો. અત્યારે SSY માં 7.6 ટકાના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું હતું જે ઇનકમ ટેક્સ છૂટ સાથે છે. એવામાં જો તમે પણ જો તમારી લાડલીના ભવિષ્યને લઇને ચિંતિત છો તો આજે જ આ યોજનાનો લાભ ઉઠાવો. 

Haunted Places: અમદાવાદ સહિત ગુજરાતના આ સ્થળોએ છે ભૂતોનો વાસ, ભલભલાને છૂટી જાય છે પરસેવો

કેવી ખોલાવશો ખાતું? 
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઇપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બ્રાંચની અધિકૃત શાખામાં ખાતું ખોલાવી શકો છો. તેમાં બાળકીના જન્મ બાદ 10 વર્ષથી પહેલાંની ઉંમરમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા સાથે એકાઉન્ટ ખોલાવી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના ખોલ્યા બાદ ગર્લ ચાઇલ્ડના 21 વર્ષ થાય અથવા 18 મહિનાની ઉંમર બાદ જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચલાવી શકાય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More