Home> Business
Advertisement
Prev
Next

રીસેલમાં ઘર ખરીદતા પહેલા ચેક કરો વીજળીનું બિલ, ઘર લેનાર માટે SCનો મહત્વનો નિર્ણય

House Bills: દેશની વડી અદાલત અનેક એવી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં સવાલ હતો કે શું પૂર્વ માલિકનું વીજળીનું બાકી બિલ હાલના માલિક પાસેથી લઈ શકાય ? 

રીસેલમાં ઘર ખરીદતા પહેલા ચેક કરો વીજળીનું બિલ, ઘર લેનાર માટે SCનો મહત્વનો નિર્ણય

House Bills: જો તમે રીસેલમાં ઘર ખરીદી રહ્યા છો તો તમારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જાણવો જરૂરી છે. ઘર ખરીદતા પહેલા તે ફ્લેટ કે મકાનનું વીજળીનું બીલ બાકી છે કે નહીં તે બરાબર જાણી લો. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે કોઈ સંપતિના પહેલાના માલિકનું વીજળીનું બિલ બાકી હોય તો તે નવા ખરીદદાર પાસેથી વસૂલી શકાય છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, કોઈ જગ્યામાં વીજ સપ્લાય ફરીથી શરૂ કરતા પહેલા તેનું બાકી ચુકવણું વસુલ કરવાનું થાય તો તે 2003ના અધિનિયમ પ્રમાણે યોગ્ય છે.

fallbacks

આ પણ વાંચો:

આ વનસ્પતિની ખેતી કરી બનો કરોડપતિ, 20,000 રૂપિયા પ્રતિ કિલો વેંચાય છે આ વસ્તુ

કરોડો ગ્રાહકોને ઝટકો, SBI સહિત આ બેન્કોમાં 2000 ની નોટ બદલવા માટે આપવો પડશે ચાર્જ

1 June 2023 Rules: 1 જૂનથી થશે આ ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર, જાણો વિગતો

દેશની વડી અદાલત અનેક એવી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં સવાલ હતો કે શું પૂર્વ માલિકનું વીજળીનું બાકી બિલ હાલના માલિક પાસેથી લઈ શકાય છે. વિદ્યુત યુટિલિટીઝે તર્ક આપ્યો હતો કે 2003 અધિનિયની ધારા 43 અંતર્ગત વીજળીની આપૂર્તિની જવાબદેહી પૂર્ણ નથી. જો પાછલા માલિકનું બિલ બાકી છે તો નવા કનેક્શન માટે ત્યાં સુધી ઈન્કાર કરી શકાય છે,  જ્યાં સુધી પાછલા માલિક બાકીની બિલની રકમ ભરતા નથી.

આનાથી વિપરીત, નીલામીથી ખરીદનારા લોકોએ એવો તર્ક આપ્યો હતો કે ધારા 43 વિતરણ લાયસન્સધારકોને એ માટે બાધ્ય કરે છે કે, તે દરેક સ્થિતિમાં વીજળી સપ્લાઈ કરે. આ તર્ક આપવામાં આવ્યો હતો કે વિદ્યુત અધિનિયમ 1910 અને વિદ્યુત અધિનિયમ 1948 પ્રમાણ, વીજળી બોર્ડને એ અધિકાર નથી આપતા કે તે આવા પરિસરના નવા માલિક કે કબ્જાધારીથી છેલ્લા માલિકને વીજળીનું બાકી બિલની વસૂલી કરી શકે અને વીજળીના બિલની ચૂકવણી માત્ર એ જ વ્યક્તિ પર થાય છે જેનાથી વીજળીની આપૂર્તિ કરી શકાય છે.

ધારા 43 અંતર્ગત વીજળીની સપ્લાઈ કરવાની જવાબદારી પરિસર કે માલિક કે કબ્જો કરનાર વિશે છે. 2003ના અધિનિયમ ઉપભોક્ત અને પરિસર વચ્ચે તાલમેલ જાળવે છે. આ ધારા 43 અંતર્ગત, જ્યારે વીજળીની આપૂર્તિ કરવામાં આવે છે, તો માલિક કે કબ્જો કરનાર માત્ર એ વિશેષ પરિસરોના સંબંધમાં ઉપભોક્તા બની જાય છે. જેના માટે વીજળીની માંગ કરવામાં આવી છે. 19મેએ આપવામાં આવેલા નિર્ણયમાં ટોચની અદાલતોએ 19 મામલાનો નિર્ણય આપ્યો, જે બે દાયકાથી બાકી હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More