Home> Business
Advertisement
Prev
Next

PHOTOS: ઝગારા મારતી આ હોટલ બની છે 24 કેરેટ ગોલ્ડમાંથી, જાણો એક રાત રોકાવવાનું ભાડું

સોનુ આજે કેટલું મોંઘુ થઈ ગયુ છે તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ એક હોટલ જ આખી સોનાથી મઢેલી હોય જેની દરેક ચીજ પર સોનુ ચડાવેલું હોય તો ચોંકી જઈએ તે સ્વાભાવિક છીએ. પણ આ સત્ય હકિકત છે. વિયેતનામ (Vietnam) માં એક હોટલ એવી છે જે સોનાથી મઢેલી છે. હાલમાં જ તેનું ઓપનિંગ થયું. આ હોટલ વિયેતનામની રાજધાની હનોઈ (Hanoi)માં છે. તેમાં ટ્યૂબથી લઈને ટોઈલેટ સુધી સોનાનું પતરું મઢેલુ છે. હોટલનું નામ  The Dolce Hanoi Golden Lake. 

PHOTOS: ઝગારા મારતી આ હોટલ બની છે 24 કેરેટ ગોલ્ડમાંથી, જાણો એક રાત રોકાવવાનું ભાડું

નવી દિલ્હી: સોનુ આજે કેટલું મોંઘુ થઈ ગયુ છે તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ એક હોટલ જ આખી સોનાથી મઢેલી હોય જેની દરેક ચીજ પર સોનુ ચડાવેલું હોય તો ચોંકી જઈએ તે સ્વાભાવિક છીએ. પણ આ સત્ય હકિકત છે. વિયેતનામ (Vietnam) માં એક હોટલ એવી છે જે સોનાથી મઢેલી છે. હાલમાં જ તેનું ઓપનિંગ થયું. આ હોટલ વિયેતનામની રાજધાની હનોઈ (Hanoi)માં છે. તેમાં ટ્યૂબથી લઈને ટોઈલેટ સુધી સોનાનું પતરું મઢેલુ છે. હોટલનું નામ  The Dolce Hanoi Golden Lake. 

fallbacks

fallbacks

24 કેરેટ સોનાથી બનેલી છે
દુનિયામાં આવી પહેલી હોટલ છે જે 24 કેરેટ ગોલ્ડથી બનેલી છે. ગોલ્ડથી બનેલું ઈન્ટિરિયર એટલું તે સુંદર છે કે તેને જે જુએ તે છક થઈ જાય. એટલું જ સરસ એક્સટીરિયર (બહારનો હિસ્સો) પણ છે. હોટલમાં 25 ફ્લોર છે. 

fallbacks

હોટલ બનાવવામાં લાગ્યા આટલા વર્ષ
રોયટર્સના અહેવાલ મુજબ આ યુનિક હોટલને બનાવવામાં લગભગ 11 વર્ષ લાગ્યા છે. હોટલની ઓપનિંગ ગુરુવારે થઈ. આ શાનદાર હોટલમાં કુલ 400 રૂમ છે. 

fallbacks

બાથરૂમમાં પણ બધુ સોનાનું
આ અદભૂત હોટલમાં બાથરૂમમાં પણ બધુ ગોલ્ડથી બનેલુ છે. તેમાં તમને ગોલ્ડ પ્લેટેડ બાથટબ, સિંક્સ, ટોઈલેટ જોવા મળશે. આ ઉપરાંત હોટલના ફર્નિચર અને અપ્લાયન્સિસ પણ સોનાથી મઢેલા છે. 

fallbacks

છતથી લિફ્ટ..બધુ સોનાનું
The Dolce Hanoi Golden Lake હોટલમાં ગોલ્ડ પ્લેટેડ ઈનફિનિટી પૂલ, ગોલ્ડ લોબી, ગોલ્ડના ટાઈલ્સથી બનેલી છત પણ છે. એટલું જ નહીં લિફ્ટ પણ સોનાની બનેલી છે. 

આટલો થશે ખર્ચ
રોયટર્સના અહેવાલ મુજબ આ હોટલમાં એક રાત રોકાવા માટે તમારે મિનિમમ 250 ડોલર ( અંદાજે 18600 રૂપિયા) ખર્ચ કરવા પડશે. હોટલમાં તમે એપાર્ટમેન્ટ પણ ભાડે લઈ શકો છો. જેના માટે તમારે મિનિમમ 6500 ડોલર (લગભઘ 4 લાખ 85 હજાર રૂપિયા) પ્રતિ વર્ગ મીટર પ્રમાણે ચુકવવા પડે. (તસવીરો સાભાર-રોયટર્સ)

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More