Dividend Stocks: ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા સિવાય 20 અન્ય કંપનીઓના શેર આગામી સપ્તાહ (2 જૂનથી 6 જૂન) ફોકસમાં રહેશે કારણ કે આ કંપનીઓએ તાજેતરમાં પોતાના શેરહોલ્ડર્સ માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે.
ફોકસમાં રહેશે આ કંપનીઓના શેર
આ લિસ્ટમાં JSW એનર્જી, ડૉ. લાલ પેથલેબ્સ, L&T ટેકનોલોજી સર્વિસીસ, આઇનોક્સ ઇન્ડિયા, HDFC એસેટ મેનેજમેન્ટ કંપની, નુવામા વેલ્થ મેનેજમેન્ટ, જિંદાલ સો, આતિષ્ય, સનશીલ્ડ કેમિકલ્સ, સેશાસાયી પેપર એન્ડ બોર્ડ્સ, રેલિસ ઇન્ડિયા, ઇસ્ટ ઇન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ મેન્યુફેક્ચરિંગ, હાઇ એનર્જી બેટરીઝ ઇન્ડિયા, IFGL રિફ્રેક્ટરીઝ, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ, મૈથન એલોય્સ, નિક્કો પાર્ક્સ એન્ડ રિસોર્ટ્સ, QGO ફાઇનાન્સ, TAAL એન્ટરપ્રાઇઝિસ અને ટેક્નોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ કયા કિસ્સામાં બિલ્ડર વિરુદ્ધ RERA માં ફરિયાદ કરી શકો? ઘર લીધું હોય તો જાણી લો
શું હોય છે એક્સ-ડિવિડન્ડ?
બીએસઈ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે આ કંપનીઓના શેર આગામી સપ્તાહે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. એક્સ-ડિવિડન્ડ તે તારીખ હોય છે, જે દિવસે કંપનીના શેર ખરીદનાર ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડનો લાભ આપવામાં આવે છે. જો તમે આ તારીખ બાદ કંપનીના શેર ખરીદો છો તો તમે ડિવિડન્ડના હકદાર નથી. તેવામાં એક્સ ડિવિડન્ડ ડેટ પર આ સ્ટોક્સની માંગ વધી જાય છે અને શેરની કિંમતોમાં તેજી આપેછે.
આ પણ વાંચોઃ Bonus Share: એક-બે નહીં 17 બોનસ શેર આપી રહી છે આ કંપની, ફટાફટ ચેક કરો વિગત
આ કંપની આપી રહી છે સૌથી વધુ ડિવિડન્ડ
તેમાં HDFC એસેટ મેનેજમેન્ટ કંપનીએ સૌથી વધુ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપની દર શેર પર ઈન્વેસ્ટરોને 90 હજાર રૂપિયાનું ડિવિન્ડ આપશે. તેની રેકોર્ડ ડેટ શુક્રવાર, 6 જૂન 2025 છે. એક્સ ડિડિડન્ડ બાદનો દિવસ રેકોર્ડ ડેટ હોય છે. આ દિવસે જેના ડીમેટ ખાતામાં કંપનીના શેર હશે, તેને કંપની ડિવિડન્ડ આપે છે. ત્યારબાદ નુવામા વેલ્થ મેનેજમેન્ટ છે, જેણે પ્રતિ શેર 69 રૂપિયાના ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેની રેકોર્ડ ડેટ મંગળવાર, 3 જૂન 2025 નક્કી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે