Home> Business
Advertisement
Prev
Next

Income Tax બચાવવાની 5 એવી Tips, જે દરેક લોકોને ખબર હોવી જોઈએ

આજકાલ લોકો ટેક્સ બચાવવા માટે વિવિધ પ્રકારના રોકાણ કરતા હોય છે. પરંતુ ટેક્સ બચાવવા માટે કેટલાક એવા વિકલ્પ ઉપલબ્ધ છે, જેના વિશે ઘણા જાણતા નથી. આજે અમે ટેક્સ બચાવવા માટે પાંચ ટિપ્સ જણાવીશું. 
 

Income Tax બચાવવાની 5 એવી Tips, જે દરેક લોકોને ખબર હોવી જોઈએ

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ બચાવવાની ઈચ્છા દરેકની હોય છે, પરંતુ સાચી રીત ખબર ન હોવાને કારણે ખુબ ઓછા લોકો ટેક્સ બચાવી શકે છે. તેના કારણે ટેક્સની ચુકવણી વધુ થઈ જાય છે અને મહેનતની કમાણી ટેક્સમાં જતી રહે છે. આમ તો મોટા ભાગના લોકોને ઘણા ટેક્સ સેવિંગ ટૂલ્સ વિશે ખબર છે, પરંતુ આજે અમે તમને પાંચ એવી ટિપ્સ વિશે જણાવીશું જેને ખુબ ઓછા લોકો જાણે છે. 

fallbacks

1. પ્રી-નર્સરી ફી પર ટેક્સ છૂટ
જો તમારૂ બાળક નાનું છે અને તે પ્લેગ્રુપ, પ્રી-નર્સરી કે નર્સરીમાં હોય તો પણ તમે તેની ફી પર ટેક્સ છૂટ હાસિલ કરી શકો છો. આમ તો આ ટેક્સ બેનિફિટ 2015થી લાગૂ થઈ ગયો હતો, પરંતુ જેટલી સ્કૂલ ટ્યૂશન ફી ડિડક્શન લોકપ્રિય થયું, એટલું આ પોપુલર થયું નહીં. આ છૂટ કલમ 80સી હેઠળ મેળવી શકાય છે અને વધુમાં વધુ બે બાળકોનો ફાયદો મળી શકે છે. 

2. માતા-પિતાને આપો વ્યાજ
જો તમારા માતા-પિતા ઓછા ટેક્સ બ્રેકેટમાં હોય અથવા તેમના પર હજુ સુધી ટેક્સ ભરાયો નથી, તો તમે ઘરના ખર્ચ માટે તેમની પાસેથી લોન લઈ શકો છો અને તેના પર વ્યાજ ચૂકવી શકો છો. જો કે, કર મુક્તિ મેળવવા માટે, વ્યાજની ચુકવણીનું પ્રમાણિત પ્રમાણપત્ર મેળવવાનું ભૂલશો નહીં. જો તમે આ પુરાવા ન આપી શકો તો તમને ટેક્સમાં છૂટ નહીં મળે. તમે આવકવેરાની કલમ 24B હેઠળ આ કર મુક્તિ મેળવી શકો છો. આ અંતર્ગત મહત્તમ ડિસ્કાઉન્ટ 2 લાખ રૂપિયા સુધી મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ IPO પહેલા દિવસે પૈસા કરશે ડબલ! GMP 200 રૂપિયા પર પહોંચ્યો, સોમવારે થશે ઓપન

3. માતા-પિતાને આપો ઘરનું ભાડું
જો તમે તમારા માતા-પિતા સાથે રહો છો અને એચઆરએ ક્લેમ નથી કરી રહ્યાં તો તમે તમારા માતા-પિતાને ભાડું ચુકવી એચઆરએ ક્લેમ કરી શકો છો. જો તમે વિચારી રહ્યાં છો કે આ ખોટું છે તો તેવું નથી. આવકવેરા વિભાગની કલમ 10(13A) હેઠળ તમે તમારા માતા-પિતાને ભાડુઆત દેખાડી એચઆરએ પર ટેક્સ ડિડક્શન મેળવી શકો છો. આ હેઠળ તમે દેખાડી શકો છો કે તમે તમારા માતા-પિતાને રેન્ટ એટલે કે ઘરનું ભાડું આપો છો. પરંતુ જો તમે બીજા કોઈ હાઉસિંગ બેનિફિટ લઈ શકો તો એચઆરએ ક્લેમ નહીં કરી શકો.

4. માતા-પિતા કે પત્ની-બાળકો માટે વીમો
તમે તમારા માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા તમારો ટેક્સ બચાવી શકો છો. જો તમે માતા પિતાનો હેલ્થ ઈન્શ્યોરન્સ લો તો તેના પ્રીમિયમની રકમ પર ટેક્સ છૂટ લઈ શકો છો. 65 વર્ષથી ઓછી ઉંમરના માતા-પિતાના હેલ્થ ઈન્શ્યોરન્સ પર તમને 25 હજાર રૂપિયા સુધીના પ્રીમિયમ પર ટેક્સની છૂટ મળશે. તો 65 વર્ષથી મોટી ઉંમરના માતા-પિતા માટે 50 હજાર સુધીની ટેક્સ છૂટ લઈ શકો છો.

5. માતા-પિતાના મેડિકલ ખર્ચ પર ટેક્સની છૂટ
તમે તમારા માતા-પિતાના મેડિકલ ખર્ચ પર પણ ટેક્સની છૂટ મેળવી શકો છો. પરંતુ તે માટે જરૂરી છે કે તમારા માતા પિતાની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ. આ ઉંમરમાં તેમણે ઘણા મેડિકલ ખર્ચ ઉઠાવવા પડે છે, જેના પર તમે કલમ 80ડી હેઠળ ટેક્સ છૂટ મેળવી શકો છો. આ રીતે તમે 50 હજાર સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More