Home> Business
Advertisement
Prev
Next

ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...

બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપ (BCG)ના રીપોર્ટ અનુસાર, વર્ષ 2029 સુધીમાં ભારતના કરોડપતિઓની સંખ્યા વધશે. તેની પાછળ રોકાણ પદ્ધતિઓ, નવી તકનીકો, AIનો વ્યવસાયમાં ઉપયોગ જેવા ઘણાં પરિબળો જવાબદાર રહેશે. એવી ધારણા છે કે ભારતના ટીઅર 2 અને ટીઅર શહેરના રહેવાસી ધનવાન લોકોની યાદીમાં હશે.

ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...

આવનારા સમયમાં ભારતીય કરોડપતિની સંખ્યામાં વધારો
ભારતમાં વર્ષ 2024 થી 2029 વચ્ચે કરોડપતિઓની સંખ્યામાં 55 ટકા વધારો થશે. બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપ (BCG)ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ એવા લોકો હશે કે જેની પાસે એક મિલિયન ડોલર (લગભગ 8.3 કરોડ રુપિયા) કે તેનાથી વધુ નાણાકીય સંપત્તિ હોય છે. યુવા ઉદ્યમીઓ અને કરોડપતિની વધતી સંખ્યાની સાથે AI અને તકનીકી બદલાવ વેલ્થ મેનેજમેન્ટ ઈંડસ્ટ્રીમાં નવી દિશાઓ ખોલશે. આ વૃદ્ધિનો દર વૈશ્વિક સરેરાશ 21% કરતાં અઢી ગણો વધારે છે. BCG અનુસાર, 2014 થી 2024 વચ્ચે એશિયા-પેસેફિક ક્ષેત્રમાં નાણાકીય સંપત્તિની 50% વૃદ્ધિ જોવામાં આવી, જે યુરોપ અને અમેરિકા જેવા વિકસિત ક્ષેત્રોથી ઘણી વધુ છે. ભારત જેવા ઉભરતાં બજારોએ આ ક્ષેત્રોની વૃદ્ધિમાં અગત્યની ભૂમિકા નિભાવી છે.

fallbacks

આર્થિક વિકાસ પાછળના કારણો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મિલેનિયલ ઉદ્યમી, યુવા કોર્પોરેટ લીડર્સ અને સ્ટાર્ટઅપ સંસ્થાપકોને કારણે પહેલીવાર આટલી સંપત્તિ ઓછા સમયમાં ઉભી કરનાર પેઢી સામે આવી છે. આ લોકો ઓછા સમયમાં અમીર બનવાની સાથે આધુનિક તકનીક અને સેવાઓની પણ ઈચ્છા ધરાવે છે, જેનાથી વેલ્થ મેનેજમેંટ ઈંડસ્ટ્રીનું સ્વરુપ બદલાય રહ્યું છે.

BCGના પાર્ટનર મયંક ઝાએ કહ્યું કે, "સંપત્તિ વ્યવસ્થાપન સેવાઓમાં AI અને જનરેટિવ AIની તકનીકો સંપૂર્ણપણે સંકલિત થઈ જશે. આ કંપનીઓએ હવે ભંડોળ વ્યવસ્થાપનથી આગળ વધીને કસ્ટમ સલાહ, ડેટા એનાલિટિક્સ અને ગ્રાહકના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે."

વૈશ્વિક સ્તર પર મોટા પરિવર્તનો
BCG અનુસાર, 2023 થી 2024ની વચ્ચે ભારતની નાણાકીય સંપત્તિમાં 10.8%ની વૃદ્ધિ થઈ છે, જે એશિયા-પેસેફિકના સરેરાશ 7.3%થી પણ વધુ છે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને વધતા રોકાણના વલણો દેશને નાણાકીય સંપત્તિના વૈશ્વિક પરિવર્તનનું એન્જિન બનાવી રહ્યા છે.

કંઈ કંપનીઓ ટકી શકશે
BCGના ભાગીદાર માઈકલ કાલિચએ કહ્યું કે,  "હવે કંપનીઓની સફળતા ફક્ત મોટા બેંકર કે માર્કેટ પ્રદર્શનથી નક્કી નહિ થાય. જે કંપનીઓ બ્રાન્ડ, સલાહકારી કુશળતા અને યુવા ગ્રાહકો સાથે જોડાણમાં ઈરાદાપૂર્વક રોકાણ કરે છે તે જ ભવિષ્ય બજારના અગ્રણી બનશે."

વેલ્થ જનરેશનમાં ભારત મોખરે હશે
નાણાકીય વિશેષજ્ઞો અને ઉદ્યોગ જગતનું કહેવું છે કે ભારતમાં કરોડપતિઓની ઝડપથી વધતી સંખ્યાઓ દર્શાવે છે કે દેશ માત્ર વિકાસશીલ નહિ પણ વેલ્થ જનરેશનમાં અગ્રણી બજાર તરીકે વિકાસ પામે છે. CA અર્ચના ત્રિપાઠી, નાણાકીય સલાહકાર કહે છે કે, "ભારતમાં ઉદ્યમતા, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ જોડાણ જેવા પરિબળોએ યુવાઓને ઝડપી સંપત્તિ નિર્માણની દિશામાં પ્રેરિત કર્યા છે."

આ પડકારોનો સામનો કરવો પડશે
ટેક્સેશન, રિટાયરમેન્ટ ફંડ અને જોડાણ કરવાની પ્રોત્સાહિત સ્કીમ્સ પર સરકાર શું કદમ લેશે તે પણ જરુરી બાબત છે. એક તરફ કરોડપતિની સંખ્યા વધવાની વાત થઈ રહી છે તો બીજી તરફ આવકમાં અસમાનતાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. જો સાચી નાણાકીય માહિતી અને સલાહ મળે તો મધ્યમ વર્ગ પણ આ સંપત્તિ નિર્માણની દોડમાં સામેલ થઈ શકે છે.

મેટ્રો સિટી નહિ પણ નાના શહેરોના વ્યાપાર વલણમાં સુધારો
ઘણાં ધનવાન અને કરોડપતિઓ મેટ્રો સિટીથી નહિ પરંતુ ઈન્દોર, જયપુર, સુરત, લુધિયાણા, કોચી જેવા શહેરોથી આવી રહ્યા છે. પારંપારિક નાણાકીય સલાહ હવે AI આધારિત ડેટા એનાલિટિક્સ અને કસ્ટમ રણનીતિયો તરફ વધી રહી છે.

 

ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. સૂચનાઓને અમલમાં મૂકતાં પહેલા એક્સપર્ટની સલાહ જરુર લેવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More