Home> Business
Advertisement
Prev
Next

Changes from 1 September: 1 સપ્ટેમ્બરથી થઇ રહ્યા છે મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ફટાફટ ચેક કરો ડિટેલ

આગામી મહિને એટલે સપ્ટેમ્બર (Changes from 1 September 2021) થી રોજિંદા સાથે જોડાયેલા ઘણા ફેરફાર થવા જઇ રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

Changes from 1 September: 1 સપ્ટેમ્બરથી થઇ રહ્યા છે મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ફટાફટ ચેક કરો ડિટેલ

નવી દિલ્હી: આગામી મહિને એટલે સપ્ટેમ્બર (Changes from 1 September 2021) થી રોજિંદા સાથે જોડાયેલા ઘણા ફેરફાર થવા જઇ રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. EPF થી માંડીને ચેક ક્લિયરિંગ સુધીના નિયમ, વ્યાજ, LPG નિયમ, કાર ડ્રાઇવિંગ અને ગૂગલ (Google) ની સર્વિસીઝ પર ફેરફાર થવા જઇ રહ્યા છે. આવો જાણીએ આ ફેરફારો વિશે. 

fallbacks

1. PF રૂલ્સમાં થઇ રહ્યા છે ફેરફાર 
1 સપ્ટેમ્બરથી જો તમારો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) તમારા આધાર કાડ સાથે લિંક્ડ થયું નથી તો એપ્લોયર તમાર પ્રોવિંડ ફંડ (PF) એકાઉન્ટમાં ક્રેડિટ કરી શકશે નહી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  (EPFO) એ ઇપીએફ ખાતાધારકો (EPF Account Holders) ને 1 સપ્ટેમ્બર 2021 પહેલાં આધારને યૂએએન નંબર સાથે લિંક કરવું અનિવાર્ય કરી દીધું છે. 
fallbacks
Jio ના આ Prepaid Plans થી Vi અને Airtel ને ચટાડી ધૂળ, ઓછા રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું

2. ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ફેરફાર
જો તમે પણ ચેક વડે પેમેન્ટ (cheque payment) કરો છો તો આ ફેરફાર તમારા માટે જાણવું જરૂરી છે. 1 સપ્ટેમ્બરથી 50,000 રૂપિયા વધુનો ચેક ઇશ્યૂ કરવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. જોકે બેંકોએ હવે પોઝિટિવ પે સિસ્ટમ (positive pay system) ને લાગૂ કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગની બેંક 1 સપ્ટેમ્બરથી PPS ને લાગૂ કરવા જઇ રહી છે. એક્સિસ બેંક Axis Bank) આગામી મહિનેથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરી રહ્યા છે. 

સાવધાન! જો તમે પણ વેચી રહ્યા છો Old Coin અથવા Note તો જાણી આ મોટી વાત, RBI જાહેર કરી જરૂરી સૂચના

3. બદલાઇ જશે LPG સિલિન્ડર મળવાનો સમય
1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના ભાવ અને મળવાનો સમય બંનેમાં ફેરફાર થશે. તમને જણાવી દઇએ કે મહિનાની પહેલી તારીખે ઘરેલૂ રસોઇ ગેસ અને કમર્શિયલ સિલિન્ડર (LPG gas cylinder) ના નવા કિંમતો નક્કી કરવામાં આવે છે. તો બીજી તરફ ઘારાનૌલા ગેસ સર્વિસ તરફથી ગેસ વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવશે. નગર સહિત ગ્રામીણ ક્ષેત્રોમાં ગેસ વહેચવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 
fallbacks
આ હરિયાણવી ડાન્સરે બતાવ્યા આટલા બોલ્ડ મૂવ્સ, સ્ટેજ પર લગાવી દીધી આગ

4. PNB સેવિંગ્સ એકાઉન્ટ પર ઘટશે વ્યાજ
પંજાબ નેશનલ બેંક (Punjab National Bank- PNB) ના ગ્રાહકોને આગામી મહિનેથી જોરદાર આંચકો લાગશે. જોકે પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર 2021થી બચત ખાતામાં જમા પર વ્યાજ દરમાં કાપ મુકશે. આ જાણકારી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળવાની છે. બેંકએ બચત ખાતા પર વ્યાજ દર વાર્ષિક 3 ટકાથી ઘટાડીને 2.90 કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના આ નિર્ણયની અસર નવા અને જૂના બંને ગ્રાહકો પર પડશે. 
fallbacks

5. કાર ઇશ્યોરન્સનો બદલાઇ જશે નિયમ
મદ્રાસ હાઇકોર્ટ (Madras High Court) એ ચૂકાદો સંભળાવ્યો છે કે 1 સપ્ટેમ્બરથી જ્યારે પણ કોઇ નવું વાહન વેચાશે તો તેનું બંપર ટૂ બંપર (bumper-to-bumper) ઇંશ્યોરન્સ અનિવાર્ય હોવો જોઇએ. આ ઇંશ્યોરન્સ 5 વર્ષની અવધિ માટે ડ્રાઇવર, પેસેન્જર અને વાહનના માહિલને કવર કરનાર ઇંશ્યોરન્સથી વધારે હશે. તમને જણાવી દઇએ કે બંપર-ટૂ-બંપર ઇંશ્યોરન્સમાં વાહનના તે ભાગોને પણ કવર કરવામાં આવશે જેમાં સામાન્ય રીતે વિમા કંપનીઓ કવર કરતી નથી.  

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

6. OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ખરીદવું મોંઘુ
ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર (Disney plus hotstar) નું સબ્સક્રિપ્શન. 1સપ્ટેમ્બર 2021થી મોંઘુ થશે જશે. ત્યારબાદ યૂઝર્સના બેસ પ્લાન માટે 399 રૂપિયાના બદલે 499 રૂપિયા ચૂકવવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો યૂઝર્સને 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ ઉપરાંત 899 રૂપિયામાં યૂઝર્સ બે ફોનમાં એપ ચલાવી શકશે. સાથે જ આ સબ્સક્રિપ્શન પ્લાનમાં HD ક્વોલિટી મળે છે. આ ઉપરાંત 1,499 રૂપિયામાં 4 સ્ક્રીન પર આ એપ ચલાવી શકે છે. 

7 અમેઝોન લોજિસ્ટિક કોસ્ટમાં થશે વધારો
અમેઝોન ડીઝલ અને પેટ્રોલના ભાવના વધતા જતા ભાવના લીધે લોજિસ્ટિક કોસ્ટમાં વધારો કરી શકે છે. તેથી 1 સપ્ટેમ્બર 2021 થી અમેઝોન પરથી સામાન મંગાવવો મોંઘો થઇ જશે. 500 ગ્રામના પેકેજ માટે 58 રૂપિયા પડી શકે છે. તો બીજી તરફ રીજનલ કોસ્ટ 36.50 રૂપિયા હશે. 
fallbacks
Anupamaa બિકિની પહેરીને પૂલમાં ઉતરી, માત્ર કલાકમાં જ PHOTO ને મળી લાખો લાઇક્સ

8. ઘણી એપ પર લાગશે પ્રતિબંધ
ગૂગલની નવી પોલિસી 1 સપ્ટેમ્બર 2021 થી લાગૂ થઇ રહી છે. તેના હેઠળ ફેક કંટેટને પ્રમોટ કરનાર એપ્સ પર 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવવામાં આવશે. ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે કે એપ ડેવલોપર્સ તરફથી લાંબા સમયથી ઉપયોગ ન કરવામાં આવતા એપને બ્લોક કરી દેવામાં આવશે. જોકે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) ના નિયમોને પહેલાંથી વધુ સખત કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ડ્રાઇવ યૂઝર્સને 13 સપ્ટેમ્બરના રોજ સિક્યોરિટી અપડેટ મળશે. તેનાથી તેનો ઉપઓય્ગ પહેલાંના મુકાબલે વધુ સુરક્ષિત થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More