નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણા નવા ફેરફારોની જાહેરાત કરી હતી. હવે આ ફેરફારો 1 એપ્રિલ 2025થી લાગૂ થઈ રહ્યાં છે. આ ફેરફારમાં ટેક્સ ઘટાડો અને સ્ત્રોત પર ટેક્સ કલેક્શન (TCS) ના નવા નિયમ પણ સામેલ છે. આવો આ નિયમ વિશે વિસ્તારથી જાણીએ.
સીનિયર સિટીઝન અને મકાન માલિકોને મોટી રાહત
કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે સીનિયર સિટીઝન માટે TDS કપાત વધારી ડબલ કરી દેવામાં આવી છે. આ પહેલા તે 50 હજાર રૂપિયા હતી, જે હવે 1 લાખ થઈ ગઈ છે. તેનાથી વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે. તો મકાન માલિકોને મોટી રાહત મળી છે. હકીકતમાં રેન્ટથી થેલી કમાણી પર ટીડીએસ કપાટની લિમિટ 2.4 લાખ રૂપિયા પ્રતિ નાણાકીય વર્ષથી વધારી 6 લાખ રૂપિયા પ્રતિ નાણાકીય વર્ષ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ 3 કરોડ 91 લાખ 45 હજાર માત્ર વ્યાજથી કમાણી, 30 વર્ષની ઉંમરવાળા માટે SIP નો પ્લાન
વિદેશી ટ્રાન્ઝેક્શન પર ટીસીએસ લિમિટમાં વધારો
આ ઉપરાંત, વિદેશથી ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ માટે ટીસીએસ કપાતની મર્યાદા પણ વધારવામાં આવી છે. અગાઉ, વિદેશમાંથી રૂ. 7 લાખના વ્યવહારો પર TCS કાપવામાં આવતો હતો, જે વધારીને રૂ. 10 લાખ કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક લોન પર TCS કપાત દૂર કરાઈ
તમને જણાવી દઈએ કે વિશિષ્ટ નાણાકીય સંસ્થા પાસેથી એજ્યુકેશન લોન પર TCS કપાત દૂર કરવામાં આવી છે. અગાઉ, 7 લાખથી વધુની એજ્યુકેશન લોન પર 0.5% TCS કાપવામાં આવતો હતો, જ્યારે 7 લાખથી વધુના શૈક્ષણિક વ્યવહારો પર 5% TCS કાપવામાં આવતો હતો.
આ પણ વાંચોઃ તમે પણ તમારી પત્નીને ઘર ખર્ચ માટે કેશમાં આપો છો પૈસા, તો જાણી લો આ નિયમ
ડિવિડેન્ડ અને મ્યુચુઅલ ફંડથી કમાણી પર આટલી લિમિટ
ડિવિડન્ડની આવક પર ટીડીએસ મર્યાદા રૂ. 5,000 થી વધારીને રૂ. 10,000 કરવામાં આવી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડના એકમો પરની આવક પરની TDS મર્યાદા પણ દર નાણાકીય વર્ષમાં રૂ. 5,000 થી વધારીને રૂ. 10,000 કરવામાં આવી છે. આ સિવાય TDS પણ વધારીને 10,000 રૂપિયા પ્રતિ ઈનામ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે