Home> Business
Advertisement
Prev
Next

Adani Company: ₹275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો

Adani Company: અદાણી વિલ્મરની પ્રમોટર આ  કંપની OFS દ્વારા 17.54 કરોડ શેરની બરાબર 13.5 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી છે. . ફેબ્રુઆરી 2024માં શેરની કિંમત 408.70 રૂપિયા થઈ ગઈ હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. નવેમ્બર 2024માં આ શેર રૂ. 279.20 પર હતો.

Adani Company: ₹275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો

Adani Company: FMCG કંપની-અદાણી વિલ્મર લિમિટેડ ઓફર ફોર સેલ (OFS) દ્વારા કંપનીમાં હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. અદાણી વિલ્મરની પ્રમોટર એન્ટિટી અદાણી કોમોડિટીઝ આ OFS દ્વારા 17.54 કરોડ શેરની બરાબર 13.5 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.

fallbacks

અદાણી વિલ્મર પાસે ગ્રીન શૂ મિકેનિઝમનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ છે, જે તેને ઓફર ફોર સેલ (OFS)માં વધારાનો 6.5 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપે છે. OFS કિંમત ₹275 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે ગુરુવારે અદાણી વિલ્મરની બંધ કિંમતમાં 15% ડિસ્કાઉન્ટ દર્શાવે છે. નોન-રિટેલ રોકાણકારો માટે વેચાણ શુક્રવાર, 10 જાન્યુઆરી અને છૂટક રોકાણકારો માટે સોમવાર, 13 જાન્યુઆરીથી શરૂ થશે.

ગયા મહિને જાહેરાત કરી હતી

ગયા મહિનાના અંતમાં અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી વિલ્મરમાં તેનો સંયુક્ત સાહસ હિસ્સો છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. યોજનાના ભાગરૂપે કંપની લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ જરૂરિયાતોને પહોંચી વળવા 13 ટકા હિસ્સો વેચવાનો ઇરાદો ધરાવે છે, જ્યારે અદાણી વિલ્મરના અન્ય પ્રમોટર વિલ્મર ઇન્ટરનેશનલ બાકીના 31 ટકા હિસ્સાને હસ્તગત કરવા સંમત થયા હતા.

અદાણી વિલ્મરમાં કેટલો હિસ્સો

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી, અદાણી કોમોડિટીઝ પાસે અદાણી વિલ્મરમાં 43.94 ટકા હિસ્સો હતો, જ્યારે વિલ્મર ઈન્ટરનેશનલની પેટાકંપની લેન્સ પીટીઈ પાસે પણ તે જ 43.94 ટકા હિસ્સો હતો. અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો હાલનો હિસ્સો ₹18,500 કરોડનો છે, જે $2 બિલિયનથી વધુની સમકક્ષ છે.

શેરની હાલની સ્થિતિ

હાલમાં અદાણી વિલ્મરના શેરની કિંમત રૂ. 323.95 છે. ગુરુવારે તે આગલા દિવસ કરતાં 0.64% નીચા બંધ રહ્યો હતો. ફેબ્રુઆરી 2024માં શેરની કિંમત 408.70 રૂપિયા થઈ ગઈ હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. નવેમ્બર 2024માં આ શેર રૂ. 279.20 પર હતો. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More