Home> Business
Advertisement
Prev
Next

Diwali 2022: દિવાળી પર આ શેર બની શકે છે બેસ્ટ ચોઈસ, પોર્ટફોલિયોમાં લાગી શકે છે ચાર ચાંદ

Share Market માં કોઈ શેર નફો આપે છે તો કોઈ શેર નુકસાનનો સોદો પણ સાબિત થયા છે. ત્યારે થોડા દિવસમાં દિવાળી આવવાની છે. એવામાં દિવાળીને ધ્યાનમાં રાખી કેટલાક શેર પોર્ટફોલિયોને સારો બનાવી શકે છે.

Diwali 2022: દિવાળી પર આ શેર બની શકે છે બેસ્ટ ચોઈસ, પોર્ટફોલિયોમાં લાગી શકે છે ચાર ચાંદ

Diwali 2022 Share: દિવાળીનો તહેવાર ભારતની સાથે વિદેશોમાં પણ ઘણી જગ્યાઓ પર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતમાં દિવાળીનો તહેવા હિન્દુઓનો મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારથી દેશમાં મોટી ધાર્મિક માન્યતા છે. ત્યારે દિવાળીનો તહેવાર શેર બાજરની દ્રષ્ટિએ પણ ખુબ જ ખાસ છે. ઘણા લોકો દિવાળીમાં શેરની ખરીદી પણ કરે છે અને લાંબા સમય સુધી પોતાના પોર્ટફોલિયોમાં રાખે છે. ત્યારે આ વખતે કેટલાક એવા શેર છે જે આ વખતે દિવાળી 2022 ની દ્રષ્ટિએ ઘણા ખાસ હોઈ શકે છે. એવામાં આવો જાણીએ દિવાળીની દ્રષ્ટિએ કેટલાક સારા સ્ટોક્સ વિશે...

fallbacks

Mrf Limited
Mrf નો સ્ટોક તેના 52 અઠવાડિયાના ટોચ પર પહોંચી ગયો છે. આ સાથે જ Mrf નો શેર પણ તેના ઓલટાઈમ હાઈ પર છે. શેરે 15 સપ્ટેમ્બર 2022 ના 93887 રૂપિયાની ઓલટાઈમ હાઈ પ્રાઈઝ સ્પર્શ કરી છે. આ શેર સતત તેના રોકાણકારોને સારું રિટર્ન આપી રહ્યો છે. એવામાં દિવાળીના સંદર્ભમાં આ શેર સારો કરી શકાય છે.

આ પણ વાંચો:- દિગ્ગજ રોજર ફેડરરે કરી સંન્યાસની જાહેરાત, લેવર કપ હશે છેલ્લી એટીપી ઇવેન્ટ

Adani Enterprises Ltd
Adani ગ્રુપના ઘણા શેર આ સમયે માર્કેટમાં હાઈ પ્રાઈઝ પર કામ કરી રહ્યા છે. તેમાંથી એક Adani Enterprises Ltd પણ સામેલ છે. Adani Enterprises એ 15 સપ્ટેમ્બર 2022 ના જ પોતાના ઓલટાઈમ હાઈ અને 52 વીક હાઈ 3767.95 રૂપિયા છે. આ સાથે જ સતત આ શેર તેજી સાથે જોવા મળી રહ્યો છે. એવામાં આ શેર પણ દિવાળી સમયે સારો વિકલ્પ બની શકે છે.

આ પણ વાંચો:- તારક મહેતા... શોમાં થશે દયાબેનની વાપસી, પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું- નહીં માને તો...

Larsen & Toubro Limited
લાર્સન એન્ડ ટુબ્રોનના શેરમાં પણ બજારમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત કંપનીના સ્ટોક કેટલાક સુધારા બાદ ફરીથી ઊંચા સ્તરે છે. આ વર્ષ કંપનીએ જાન્યુઆરીના મહિનામાં 2078.55 રૂપિયાનો ઓલટાઈમ હાઈ લગાવ્યો હતો અને આ કંપનીના 52 વીક હાઈ પણ છે. જોકે, તેમ છતાં તેમાં થોડું કરેક્શન આવ્યું હતું. હાલ કંપનીએ 15 સપ્ટેમ્બર 2022 ના એનએસઈ પર 1959 રૂપિયાનો હાઈ લગાવ્યો છે. કંપનીના શેર ફરીથી તેના 52 વીક હાઈ તરફ વધી રહ્યો છે. એવામાં દિવાળીની દ્રષ્ટિએ આ શેર પણ દમદાર ચોઈસ હોઈ શકે છે.

(નોંધ: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા એક્સપર્ટ પાસેથી જાણકારી લઇ લો. ZEE ન્યુઝ કોઈપણ પ્રકારના રોકાણના સલાહ આપતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More