Home> Business
Advertisement
Prev
Next

AI થી આ 10 સેક્ટર્સને જોખમ! આવનારા વર્ષોમાં આ લોકોની નોકરી પર સંકટ, જુઓ યાદી

AI થી આ 10 સેક્ટર્સને જોખમ! આવનારા વર્ષોમાં આ લોકોની નોકરી પર સંકટ, જુઓ યાદી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અનેક લોકોને મદદ કરી રહી છે પરંતુ ધીરે ધીરે તે ઉપયોગકર્તાઓની નોકરીઓ પણ છીનવી રહી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પડેલા રિપોર્ટ મુજબ AI અને અન્ય ટક્નોલોજી બેંક ટેલર, કેશિયલ અને ડેટા એન્ટ્રી ક્લાર્ડ જેવી નોકરીઓને જોખમમાં નાખી શકે છે. આ નોકરીઓને આગામી પાંચ વર્ષમાં અનુપલબ્ધ બનાવવામાં આવી શેક છે. આ ડેટાનો આધાર સર્વેક્ષણ પર છે જેમાં 803 કંપનીઓના સામેલ થવાની યોજના છે. જે મોટા ડેટા, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને AI ટેક્નોલોજીને અપનાવવાની યોજના ઘડી રહી છે. 

fallbacks

બેંકિંગ પર સૌથી વધુ અસર
જ્યારથી ઓનલાઈન બેંકિંગ દુનિયામાં પ્રસિદ્ધ થયું છે, ત્યારથી તેણે અનેક શારીરિક બેંક શાખાઓ પર ખરાબ પ્રભાવ નાખ્યો છે કારણ કે હવે તેઓ કોઈ ઉપયોગ કરતા નથી. તેનાથી બેંકોના બંધ થવાની સ્થિતિ પેદા થઈ છે. જેનાથી બેંક ટેલર અને સંબંધિત ક્લર્ક જોબ જોખમમાં છે અને આથી રિપોર્ટ મુજબ આ દાયકાના અંત પહેલા આવી નોકરીઓમાં લગભગ 40 ટકાની કમી જોઈ શકાય છે. 

Future of Jobs 2023 રિપોર્ટે નોટ કર્યું છે કે વેતનના મહત્તમ નુકસાનના દ્રષ્ટિકોણથી ડેટા ક્લર્ક્સ સૌથી ખરાબ હાલતમાં છે, જેમને પાંચ વર્ષમાં 8 મિલિયન નોકરીઓનું નુકસાન થવાની આશા છે, ત્યારબાદ વ્યવસ્થાપક અને કાર્યકારી સહાયકો અને લેખા, બુકકિપિંગ, અને પેટ્રોલ ક્લર્ક આવે છે. આ ત્રણ વ્યવસાયોનું એક સાથે મહત્તમ નુકસાન કુલ અપેક્ષિત નોકરીઓના અધિકત્તમ ભાગમાંથી અધિક છે. 

રિપોર્ટ જણાવે છે કે સ્વયં સંચાલિત અને ઈલેક્ટ્રિક વાહન વિશેષજ્ઞોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે જે 2023 માટે સૌથી ડિમાન્ડમાં નોકરીઓની સૂચિમાં ટોચ પર છે. તેનાથી આગામી પાંચ વર્ષમાં 40 ટકાથી વધુ વૃદ્ધિની આશા છે. થોડી મોડેથી AI અને મશીન લર્નિંગ વિશેષજ્ઞ પણ ઓછી નોકરી વૃદ્ધિ જોઈ શકે છે. ત્યારબાદ પર્યાવરણ સંરક્ષણ વિશેષજ્ઞોને આ સમયમાં લગભગ 35 ટકાની વૃદ્ધિની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More