Home> Business
Advertisement
Prev
Next

ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે

કોરોના વાયરસ મહામારીના કારણે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તારીખ ભલે 31 જુલાઇની જગ્યાએ 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. પરંતુ ઇનકમ ટેક્સ સાથે જોડાયેલા કેલાક કામ તમારે આ ડેડલાઇન પહેલા પૂરા કરવા પડશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ આ ત્રણ કામ જેમને તમારે આજે એટલે કે, 30 સપ્ટેમ્બરના જ પૂરા કરવા પડશે.

ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તારીખ ભલે 31 જુલાઇની જગ્યાએ 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. પરંતુ ઇનકમ ટેક્સ સાથે જોડાયેલા કેલાક કામ તમારે આ ડેડલાઇન પહેલા પૂરા કરવા પડશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ આ ત્રણ કામ જેમને તમારે આજે એટલે કે, 30 સપ્ટેમ્બરના જ પૂરા કરવા પડશે.

fallbacks

FY 2018-19નું ITR ફાયલિંગ
જો તમારે નાણાકીય વર્ષ 2018-19નું હજી સુધી ITR બાકી છે, તો આજે તમારી પાછે છેલ્લો દિવસ બાકી છે. સરકારે કોરોના સંકટને જોતા તેની ડેડલાઇન 31 માર્ચથી વધારીને 30 સપ્ટેમ્બર કરી હતી. જો કોઇ ટેક્સપેયર બાકી ITR 30 સપ્ટેમ્બર સુધી ભરતો નથી, તો તે નાણાકીય વર્ષ 2018-19 માટે ITR ભરી શકશે નહીં.

આ પણ વાંચો:- ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે મહત્વના સમાચાર, બદલાયા નિયમો...ખાસ જાણો

શું છે બાકી ITR
તમને જણાવી દઇએ કે, કોઇપણ ટેક્સ પેયરને માર્ચથી જુલાઇ વચ્ચે ITR ભરવાની હોય છે. જો ત્યારબાદ તે રિટર્ન ભરવા ઇચ્છે તો તેને બાકી ITR અથવા Belated ITR કહે છે. બાકી ITR માટે પહેલા બે વર્ષની સમય મર્યાદા હતી, પરંતુ હવે તે ઘટાડી છે. બાકી ITR ભરતા પહેલા તમારે 10000 રૂપિયાની પેનલ્ટી ભરવાની હયો છે. જો તમારી વર્ષની આવક 5 લાખથી ઓછી છે તો તમારે 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે.

આ પણ વાંચો:- ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ

જુની ITRનું વેરિફિકેશન
તમે ઇનકમ ટેક્સ રિટર્ન તો ભર્યું છે, પરંતુ તેને વેરિફાય કર્યું નથી તો તમારી પાસે માત્ર આજનો જ દિવસ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT)એ તે ટેક્સપેયર્સને છેલ્લી તક આપી છે જેમનુ અસેસમેન્ટ વર્ષ 2015-16, 2016-17, 2017-18, 2018-19 અને 2019-20નું ઇનકમ ટેક્સ રિટર્ન વેરિફાય થયું નથી. યાદ રાખો તે માત્ર વન ટાઇમ સમયમર્યાદા છે.

આ પણ વાંચો:- સતત 9મી વાર મુકેશ અંબાણી બન્યા દેશના સૌથી ધનવાન વ્યક્તિ, જાણો ટોપ-10મા કોણ છે સામેલ

એક વાતનું ધ્યાન રાખો, જો તમે ITR ભરી જમા કરાવ્યું છે પરંતુ તેને વેરિફાય કર્યુ નથી તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ માનીને ચાલશે કે તમે ITR ભર્યું નથી. ત્યારબાદ IT ડિપાર્ટમેન્ટ તમારા પર કાર્યવાહી કરી શકે છે. અન્ય એક કામની વાત, જો તમે ટેક્સ રિફન્ડ ક્લેમ કર્યો છે તો તે પણ ત્યારે જ મળશે જ્યારે તમે ITR વેરિફાય કર્યું હોય અને IT ડિપાર્ટમેન્ટ તેની પ્રક્રિયા સમય પર પૂર્ણ કરે.

આ પણ વાંચો:- Gold Rate Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

મૂડી લાભમાં મુક્તિનો ક્લેમ
લોન્ગ ટર્મ કેપિટલ ગેંસ (LTCG) પર ટેક્સ વેચવા માટે રોકાણની પ્રક્રિયા પૂરી કરવાનો આજે છેલ્લો દિવસ છે. નાણા મંત્રાલય તરફથી જારી કરેલી એક પ્રેસ રિલીઝ અનુસાર LTCG પર ટેક્સ ક્લેમ કરવાના ઉદેશ્યથી કરવામાં આવેલું રોકાણ/ નિર્માણ/ ખરીદીની છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો શું છે આજનો રેટ

જો તમે કોઇ ઘર અથવા પ્રોપર્ટી વેચી કેપિટલ ગેંસ મેળવ્યો છે તો તેના પર તમારે ટેક્સ ચૂકવણી કરવી પડશે, પરંતુ તમે આ ટેક્સથી બચવા ઇચ્છો છો તો તમારે ઘર વેચી મળેલા પૈસાનું અન્ય કોઇ પ્રોપર્ટીમાં રોકાણ કરવું પડશે, જેના માટે તમારી પાસે માત્ર આજનો દિવસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More