નવી દિલ્હી: 1 ડિસેમ્બર એટલે કે આજથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના ટાઈમિંગમાં ફેરફાર થયો છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ ભારતીય રેલવેએ 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની લોકોની ડિમાન્ડને જોતા આગળ પણ દોડાવવાનો નિર્ણય લીધો છે.
શતાબ્દી, રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
મુંબઈથી દોડનારી અનેક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમય પણ ઓપરેશન કારણોસર બદલાયા છે.
મુંબઈથી દોડનારી એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
यात्रियों की सुविधा के लिए पश्चिम रेलवे द्वारा बांद्रा टर्मिनस - झाँसी और बांद्रा टर्मिनस - जबलपुर साप्ताहिक स्पेशल ट्रेनों की परिचालन अवधि को बढ़ाया गया है। pic.twitter.com/ulLTCJDZlu
— Western Railway (@WesternRly) December 1, 2020
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 14 અન્ય ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને 214 વધારાની સેવાઓ સાથે આગળ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ મુંબઈથી ઝાંસી અને જબલપુર જનારી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ આગળ પણ મળશે.
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચાલુ રહેશે
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે