Home> Business
Advertisement
Prev
Next

UPIથી પેમેન્ટ કરતા હો તો ખાસ વાંચો, નહીંતર વાર નહીં લાગે બેંક એકાઉન્ટ ખાલી થવામાં 

NEFT, IMPS, મોબાઇલ વોલેટ અને બીજા વિકલ્પોની જેમ જ UPIની લોકપ્રિયતા બહુ ઝડપથી વધી રહી છે 

UPIથી પેમેન્ટ કરતા હો તો ખાસ વાંચો, નહીંતર વાર નહીં લાગે બેંક એકાઉન્ટ ખાલી થવામાં 

મુંબઈ : છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. દરેક બેંક નેટ બેન્કિંગ અને વોલેટની સુવિધા આપી છે. જોકે કેટલાક પ્રાઇવેટ પ્લેયર્સ પણ આ ફિલ્ડમાં છે. આવો જ એક વિકલ્પ છે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો. ડિજિટલ સેગમેન્ટમાં UPIની લોકપ્રિયતા વધી રહી. ઓક્ટોબરમાં જ UPIએ એક અબજ ટ્રાન્ઝેક્શન કર્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે UPIથી ચુકવણી કરનાર યુઝર્સની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. જોકે ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતાની સાથેસાથે છેતરપિંડીની સંભાવના પણ વધી જાય છે. આ સંજોગોમાં થોડી સાવચેતી રાખવાથી આ છેતરપિંડીથી બચી શકાય છે. 

fallbacks

2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકારે સંસદમાં આપ્યું મોટું નિવેદન!

પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની બેંકોએ પોતાના ગ્રાહકોને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. બેંક સતત પોતાના ગ્રાહકોને ઇમેઇલ અને SMS મારફતે એલર્ટ આપે છે. આ સાથે છેતરપિંડીથી બચવા માટે ટિપ્સ આપે છે. HDFC બેંક, SBI અને ICICI બેંક પોતાના ગ્રાહકોને ઇમેઇલ મોકલીને એલર્ટ કરે છે. ફ્રોડમાં સૌથી વધારે ઉપયોગ AnyDesk એપનો થાય છે. આની મદદથી છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોના ફોન સુધી પહોંચે છે અને બેંક એકાઉન્ટ જેવી જરૂરી વિગતો ચોરી લે છે. HDFC બેંકે આ એપ વિશે પણ એડવાઇસરી જાહેર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

FDI : ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74% વિદેશી રોકાણની તૈયારી, IRDAI પાસે માગ્યો રિપોર્ટ

છેતરપિંડીથી બચવાના રસ્તા

  • ક્યારેય પણ ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, રજિસ્ટ્રેશન તેમજ ઓટીપી જેવી વિગતો શેર ન કરો.
  • SBI, HDFC, ICICI બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંક ક્યારેય ગ્રાહકોને એની અંગત વિગત નથી પુછતી.
  • SMSથી આવેલી કોઈ પણ અનઓફિશિયલ લિંક પર ક્લિક ન કરો. આવો SMS ફોરવર્ડ પણ ન કરો. 
  • UPI MPIN કોઈ સાથે શેર ન કરો.
  • બેંક સિવાય IRDAI અને EPFOના નામથી SMS આવી શકે છે પણ આ સંસ્થા પણ આવો કોઈ મેસેજ નથી મોકલતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More