Gold Price Today : આપણા દેશમાં લોકોને સોના પ્રતિ ખુબ જ મોહ છે, જેણા કારણે લોકો પાસે અઢળક સોનું છે. માર્કેટમાં સોનાનો ભાવ ઘટતા જ લોકો તૂટી પડે છે. બીજી બાજુ લગ્નસરાની સીઝનમાં મોટાભાગે સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળે છે, પરંતુ તાજેતરમાં ભાવ ઘટ્યા છે. શુક્રવારે ફરીથી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી છે. આજે સવારે ભાવમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીમેધીમે દિવસભર બજાર બંધ થતા પહેલા ભાવ સ્થિર થયા હતા.
શુક્રવારે સાંજે IBJA તરફથી જાહેર કરવામાં આવેલા નવા ભાવ અનુસાર 24 કેરેટવાળા સોનાનો ભાવ 51692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 23 કેરેટ 51485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ 47350 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તરે આવી ગયો છે. જ્યારે 20 કેરેટનો ભાવ 38769 રૂપિયા અને 14 કેરેટ 30240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જાહેર કરાયેલા ભાવથી અલગ 3 ટકા જીએસટી પણ આપવો પડે છે.
Indian Railways: રેલવે વિભાગે ટિકીટ બુકિંગ કરવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે તમારે લીલાલહેર!
સોનાની પ્યોરિટીની તપાસ
તમને જણાવી દઈએ કે 24 કેરેટ પ્યોરિટીવાળા સોના પર 999 લખેલું હોય છે. 23 કેરેટ ગોલ્ડ પર 995 અને 22 કેરેટ પર 916 લખેલું હોય છે. આ રીતે 18 કેરેટ પર 750 જ્યારે 14 કેરેટ પર 585 લખેલું હોય છે. 999 પ્યોરિટીવાળું ચાંદીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે.
જો તમારી પાસે છે આ 1 રૂપિયાનો સિક્કો? તો તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે?
MCX પર સોનાના ભાવમાં તેજી
શુક્રવારે સાંજના સમયે એમસીએક્સ પર સોનાના ભાવમાંતેજી જોવા મળી. સાંજના સમય સોનું MCX પર 0.76 ટકાની તેજીની સાથે 51285 રૂપિયાના સ્તર પર જોવામા આવ્યું. આ રીતે ચાંદીનો ભાવ 0.33 ટકાની તેજીની સાથે 62544 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે