Home> Business
Advertisement
Prev
Next

આજે Trade Unions નું ભારત બંધ, બેન્કિંગ સહિત અનેક જરૂરી સેવાઓ પર પડશે અસર

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ  Central trade unions આજે એક દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ હડતાળમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA) અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સામેલ હશે. 

આજે Trade Unions નું ભારત બંધ, બેન્કિંગ સહિત અનેક જરૂરી સેવાઓ પર પડશે અસર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ  Central trade unions આજે એક દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ હડતાળમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA) અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સામેલ હશે. 

fallbacks

Farmer's Protest: આજે ખેડૂતોનું આંદોલન, દિલ્હીની તમામ સરહદો સીલ 

હડતાળમાં કોણ કોણ સામેલ
આ હડતાળમાં ભારતીય મજૂર સંઘને બાદ કરતા 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન ભાગ લઈ રહ્યા છે. આ હડતાળમાં નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ(AITUC), હિન્દ મજૂર સભા(HMS), સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ(CITU), ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC), ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર અને સેલ્ફ એમ્પલોયડ વુમેન્સ એસોસિએશન સામેલ છે. 

બેન્ક યુનિયન કેમ નારાજ
AIBEA તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે લોકસભાએ હાલમાં જ ખતમ થયેલા સત્રમાં ત્રણ નવા શ્રમ કાયદાને પાસ કર્યા છે અને  Ease of doing Businesના નામ પર  હાલના 27 કાયદા રદ કર્યા છે. આ કાયદા શુદ્ધ રીતે કોર્પોરેટ જગતના ફાયદા માટે છે. આ પ્રક્રિયામાં 75 ટકા શ્રમિકોને શ્રમ કાયદાના દાયરામાંથી બહાર કરવામાં આવ્યા છે. નવા કાયદામાં આ શ્રમિકોને કોઈ પણ પ્રકારનું કાયદાકીય સંરક્ષણ મળશે નહીં. 

પુડુચેરી પાર કરી ગયા બાદ નબળું પડી રહ્યું છે Cyclone Nivar, અનેક વિસ્તારોમાં તબાહી

બેન્ક યુનિયનની માગણી
AIBEAનું એમ પણ કહેવું છે કે આજે બેન્ક કર્મચારી પોતાની માગણીઓ ઉપર પણ ફોકસ કરશે, જેમ કે બેન્ક ખાનગીકરણનો વિરોધ, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, નિયુક્તિઓ, મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી, બેન્ક ડિપોઝીટના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં કાપ. 

નિવેદનમાં કહેવાયું છે કે હાલની સરકાર, આત્મનિર્ભર ભારના નામ પર ખાનગીકરણના પોતાના એજન્ડાને આગળ વધારી રહી છે અને બેન્કિંગ સહિત ઈકોનોમીના કોર સેક્ટરમાં મોટા પાયે ખાનગીકરણ કરી રહી છે. એક નજર યુનિયનની માગણીઓ પર...

શું છે કર્મચારીઓની માગણી...
- તમામ નોન ઈન્કમ ટેક્સ ચૂકવનારા પરિવારોને 7500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે.
- તમામ જરૂરિયાતવાળા લોકોને 10 કિલો રાશન પ્રતિ વ્યક્તિ દર મહિને આપવામાં આવે. 
- યુનિયનની માગણી છે કે MGNREGAનો વિસ્તાર કરવામાં આવે. 
- ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વધેલા વેતન સાથે વર્ષમાં 200 દિવસ કામ આપવામાં આવે અને તેને શહેરો સુધી વધારવામાં આવે. 
- ખેડૂતો અને વર્કર્સ વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદા અને નિયમોને પાછા ખેંચવામાં આવે. 
- સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે. 
- સરકારી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ કંપનીઓ જેમ કે રેલવે, પોર્ટ, ફેક્ટરીઓને કોર્પોરેટના હાથમાં જતા રોકવા.
- સરકારી કર્મચારીઓના પ્રી મેચ્યોર રિટાયરમેન્ટના સર્ક્યુલર પાછા ખેંચવામાં આવે. 
- National Pension System ને ખતમ કરીને તમામ માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે. 

વ્યસ્ક મહિલા પોતાની મરજીથી ગમે ત્યાં અને ગમે તેની સાથે રહી શકેઃ દિલ્હી HCનો મોટો નિર્ણય

હડતાળમાં મહારાષ્ટ્રના 30,000 બેન્ક કર્મચારીઓ
AIBEA માં ચાર લાખ સભ્યો છે. જેમાં અનેક સરકારી  બેન્કો, કેટલીક જૂની ખાનગી બેન્કો અને કેટલીક વિદેશી બેન્કોના કર્મચારીઓ પણ સામેલ છે. આ યુનિયનમાં સ્ટેટ  બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેન્ક સામેલ નથી. મહારાષ્ટ્રમાં 10 હજાર સરકારી બેન્કો, જૂની ખાનગી બેન્કો, ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો અને વિદેશી બેન્કોના 30 હજાર જેટલા કર્મચારીઓ આ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે. Punjab and Sindh Bank જેવી કેટલીક બેન્કોએ હડતાળ સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે જરૂરી બેન્કિંગ સેવાઓ પર અસર ન પડે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More