Home> Business
Advertisement
Prev
Next

એક જ દિવસમાં સામાન્ય જનતા અને મોદી સરકાર માટે આવ્યા બે સારા સમાચાર

દેશમાં ફુગાવો સતત ઉચ્ચ સપાટીએ છે. તેવામાં રિટેલ ફુગાવો અને જથ્થાબંધ ફુગાવાના તાજા આંકડા સરકાર અને રિઝર્વ બેન્કની સાથે સામાન્ય લોકો માટે રાહત ભર્યા છે. જ્યાં જથ્થાબંધ ફુગાવામાં 2.31 ટકાનો ઘટાડો થયો તો, રિટેલ ફુગાવા સપ્ટેમ્બર મહિનામાં 7.41 ટકાથી ઘટીને 6.77 ટકા પર આવી ગયો છે. 

એક જ દિવસમાં સામાન્ય જનતા અને મોદી સરકાર માટે આવ્યા બે સારા સમાચાર

નવી દિલ્હીઃ દેશની જનતા છેલ્લા ઘણા સમયથી મોંઘવારીથી પરેશાન છે. તેને રોકવા માટે સરકાર અને રિઝર્વ બેન્કના તમામ પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યાં છે. પરંતુ ઓક્ટોબરમાં મોંઘવારી દરના જે આંકડા સામે આવ્યા, તેણે દેશવાસીઓની સાથે કેન્દ્રની મોદી સરકારને પણ બેવડી ખુશી આપી છે. સોમવારે સવારે પહેલા સારા સમાચાર આવ્યા કે દેશમાં જથ્થાબંધ મોંઘવારી 2.31 ટકા ઘટી ગઈ. તો એક દિવસમાં બીજા સારા સમાચાર સાંજે આવ્યા છે, જ્યારે રિટેલ મોંઘવારી દર લાંબા સમય બાદ 7 ટકા નીચે આવી ગયો છે. 

fallbacks

રિટેલ ફુગાવો 7 ટકાથી આવ્યો નીચે
દેશમાં રિટેલ ફુગાવો સતત આઠ મહિનાથી ભારતીય રિઝર્વ બેન્કના લક્ષ્યથી ઉપર બનેલો હતો. તમામ પ્રયાસ છતાં તેને 7 ટકાની નીચે લાવી શકાયો નહીં. તે માટે સરકાર અને આરબીઆઈ સતત પ્રયાસ કરી રહ્યાં હતા. હવે તેમનો પ્રયાસ રંગ લાવી રહ્યો છે. હકીકતમાં ઓક્ટોબરમાં રાહત ભર્યા સમાચાર આવ્યા અને રિટેલ ફુગાવો લાંબા સમય બાદ આખરે 7 ટકા નીચે આવી ગયો છે. સરકાર તરફથી જાહેર આંકડા અનુસાર ઓક્ટોબર 2022માં રિટેલ મોંઘવારી દર 6.77 ટકા પર આવી ગયો છે. આ પહેલા સપ્ટેમ્બરના મહિનામાં તે 7.41 ટકા હતો. 

આ પણ વાંચોઃ મોટો ઝટકો! વધવા લાગ્યા સોના-ચાંદીના ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

ખાદ્ય મોંઘવારી દર અહીં પહોંચ્યો
મોંઘવારીથી પરેશાન જનતા માટે એક દિવસમાં બીજી ખુશી સામે આવી છે. પરંતુ ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારીનો આ આંકડો રાહત આપવાનો છે, પરંતુ હજુ તે તેના નિર્ધારિત લક્ષ્યથી ઉપર બનેલો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બેન્કે રિટેલ ઇન્ફ્લેશનનને 2થી 6 ટકાની વચ્ચે રાખવાનો લક્ષ્ય નક્કી કરેલો છે. સરકારી આંકડા પ્રમાણે ઓક્ટોબરમાં ખાદ્ય પદાર્થો પર મોંઘવારી દર 7.01 ટકા પર આવી ગયો છે. 

આ પણ વાંચોઃ Good News: કિસાનોને 5 લાખ રૂપિયા આપી રહી છે સરકાર, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઘટાડો
આ પહેલા સોમવારે સવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જાહેર કર્યાં હતા. જથ્થાબંધ મોંઘવારી દર ઓક્ટોબરમાં 8.39 ટકા થઈ ગયો, જે સપ્ટેમ્બરમાં 10.70 ટકા પર હતો. લાંબા સમય બાદ જથ્થાબંધ મોંઘવારીનો દર સિંગલ આંકડામાં આવ્યો છે. સરકારના આંકડા અનુસાર જથ્થાબંધ મોંઘવારી દર માર્ચ 2021 બાદ પ્રથમવાર ડબલ ડિઝિટથી નીચે આવ્યો છે. સતત 18 મહિના સુધી જથ્થાબંધ મોંઘવારી દર ડબલ આંકડામાં જોવા મળી રહ્યો હતો. 

શેર બજાર પર જોવા મળશે અસર!
દેશમાં સતત વધી રહેલી મોંઘવારી પર ઓક્ટોબરમાં લાગેલી લગામની અસર મંગળવારે ઘરેલૂ શેર બજાર પર જોવા મળી શકે છે. સંભવ છે કે મોંઘવારી ઘટવાથી શેર હજારમાં વધારો જોવા મળે. સોમવારે શેર બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેનસેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More