નવી દિલ્હી: દેશની ઐતિહાસિક ટેક્સ સુધારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ-GST)ને લાગૂ થયાને બે વર્ષ થઇ ચૂક્યા છે. તેને 1 જુલાઇએ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં જીએસટીનો રસ્તો ખૂબ ઉતાર-ચઢાવવાળો રહ્યો, તો તેનાથી દેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર પણ થયા. હવે આજે એટલે કે જુલાઇ 1, 2019થી તેમાં કેટલાક ફેરફાર થવા જઇ રહ્યા છે.
જીએસટીમાં 1 જુલાઇ 2019થી જે નવા ફેરફાર થવ જઇ રહ્યા છે, તેમાં નવા રિટર્ન સિસ્ટમ, રોકડ ખાતાવહી સિસ્ટમને તર્કસંગત બનાવવા, નવા રિટર્ન ફોર્મ સિસ્ટમ સામેલ છે. કેશ એકાઉન્ટને તર્કસંગત બનાવતાં 20 વસ્તુઓમાંથી પાંચ મુખ્ય એકાઉન્ટમાં સામેલ કરવામાં આવશે. ટેક્સ, વ્યાજ, પેનલ્ટી ચાર્જ અને અન્ય વસ્તુઓ માટે ફક્ત એક જ નાણાકીયખાતું હશે.
નવી રિટર્ન સિસ્ટમ
નવી રિટર્ન સિસ્ટમને 1 જુલાઇથી ટ્રાયલ તરીકે લાગૂ કરવામાં આવશે, જે સફળ થયા બાદ તેને 1 ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે. તેનાથી હાલના જીએસટીઆર-3બી (સમરી રિટર્ન)ની જીએસટીઆર-1 (સપ્લાઇ રિટર્ન) સિસ્ટમ લાવવામાં આવશે. જ્યારે જીએસટી લાગૂ થયો હતો જે કોઇ વેપારીને એક મહિનામાં 36 રિટર્ન દાખલ કરવા પડતા હતા. પરંતુ રિટર્ન સિસ્ટમમાં મહિના ફક્ત એક રિટર્ન દાખલ કરવું પડશે.
રિફંડનું સિંગલ મેકેનિઝ્મ
જીએસટીના સિંગલ રિફંડ મિકેનિઝ્મ હેઠળ સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી તથા સેસ માટે રિફંડને મંજૂરી મળશે. આ ઉપરાંત 50 લાખ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર માટે નાના સર્વિસ પ્રોવાઇડર્સ માટે કમ્પોઝિશન સ્કીમ આવશે અને તેને 6 ટકાના દરથી ટેક્સ ચૂકવવો પડશે. બિઝનેસ ટુ બિઝનેસ લેણદેણ માટે તબક્કાવાર ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ સિસ્ટમ હશે. બધા રાજ્યોની રાજધાનીમાં જીએસટી અપીલેટ ટ્રાઇબ્યૂનલની સ્થાપના કરવામાં આવશે.
બે વર્ષમાં મળશે સફળતા
હજુ પણ છે આ પડકાર
જીએસટી ખૂબ સફળ રહ્યો છે, પરંતુ તેમાં હજુપણ પડકાર છે. કેટલાક મુહત્વપૂર્ણ પડકાર આ પ્રકારે છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે