Home> Business
Advertisement
Prev
Next

Union Bank માં મળશે એકદમ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષશે આ નવે સ્કીમ

હોમ લોન (Home Loan) અને ઓટો લોન (Auto Loan) લેવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે હવે યૂનિયન બેંક (Union Bank) એક શાનદાર સમાચાર લઇને આવ્યા છે. આ સરકારી બેંકએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે.

Union Bank માં મળશે એકદમ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષશે આ નવે સ્કીમ

નવી દિલ્હી: હોમ લોન (Home Loan) અને ઓટો લોન (Auto Loan) લેવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે હવે યૂનિયન બેંક (Union Bank) એક શાનદાર સમાચાર લઇને આવ્યા છે. આ સરકારી બેંકએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. આગામી સોમવારથી આ ઓછા વ્યાજમાં લોન લેવાનો ફાયદો ઉઠાવી શકો છો.

fallbacks

11 જુલાઇથી લાગૂ પડશે નવા દર
સાર્વજનિક ક્ષેત્રની યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાએ શુક્રવારે વિભિન્ન સમયગાળા માટે સીમાંત ખર્ચ નાણાં ધીરવાનો દર (MCLR)માં 0.20 ટકાના ઘટાડાની જાહેરાત કરી. નવા દર 11 જુલાઇથી લાગૂ થશે. 

બેંકએ એક વિજ્ઞપ્તિમાં કહ્યું કે સંશોધિત એક વર્ષીય એમસીએલઆર 7.60 ટકાના દરના બદલે 7.40 ટકા હશે. ત્રણ મહિના અને છ મહિનાના એમસીએલઆરને ઘટાડીને ક્રમશ: 7.10 ટકા અને 7.25 ટકા કરી દેવામાં આવ્યો છે. ગત વર્ષે જુલાઇથી બેંક દ્વારા સતત 13મી વાર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પહેલાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI) એ શુક્રવારે નાની અવધિ માટે એમસીએલઆરમાં 0.05 થી 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો. સાર્વજનિક ક્ષેત્રના એક અન્ય બેંક ઇન્ડીયન ઓવરસીઝ બેંક (આઇઓબી)એ તમામ અવધિ માટે એમસીએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. 

આ અઠવાડિયાની શરૂઆતમાં કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ ઘટાડો કર્યો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More