Home> Business
Advertisement
Prev
Next

IPO માર્કેટમાં કમાણીની ડબલ તક! 19 ડિસેમ્બરે ખુલશે એક ગુજરાતી સહિત 2 કંપનીના આઈપીઓ, જાણો વિગત

Upcoming IPOs પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે પણ હલચલ જોવા મળશે. નવા સપ્તાહમાં વધુ બે આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. જેમાં એક ગુજરાતી કંપની પણ પોતાનો ઈશ્યુ લોન્ચ કરવાની છે.

IPO માર્કેટમાં કમાણીની ડબલ તક! 19 ડિસેમ્બરે ખુલશે એક ગુજરાતી સહિત 2 કંપનીના આઈપીઓ, જાણો વિગત

Upcoming IPOs: શેર બજારમાં IPOમાં રોકાણ કરી કમાણી કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. 19 ડિસેમ્બરે 2 નવા IPO માર્કેટમાં સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યાં છે. તેમાં પેકેજિંગ મશીનરી ઉત્પાદક મમતા મશીનરી લિમિટેડનો 179 કરોડ રૂપિયાનો આઈપીઓ 19 ડિસેમ્બરે ખુલશે. આ સાથે ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડનો આઈપીઓ પણ 19 ડિસેમ્બરે ખુલવાનો છે. તેવામાં આ બંને આઈપીઓમાં રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગત...

fallbacks

Mamata Machinery IPO
પેકેજિંગ મશીનરી ઉત્પાદક મમતા મશીનરી લિમિટેડની રૂ. 179 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 19 ડિસેમ્બરે ખુલશે. કંપનીએ આ માટે 230-243 રૂપિયા પ્રતિ શેરની કિંમતની રેન્જ નક્કી કરી છે. કંપનીએ કહ્યું કે પબ્લિક ઈશ્યુ 23 ડિસેમ્બરે બંધ થશે. એન્કર (મોટા) રોકાણકારો 18 ડિસેમ્બરના રોજ એક દિવસ પહેલા બિડ કરી શકશે.

સંપૂર્ણ રીતે OFS છે IPO
ગુજરાત સ્થિત કંપનીનું પ્રારંભિક શેર વેચાણ સંપૂર્ણપણે પ્રમોટરો દ્વારા 73.82 લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS) છે. કિંમત શ્રેણીના ઉપલા છેડે તેની કિંમત રૂ. 179.38 કરોડ છે. OFS હેઠળ શેર વેચનારાઓમાં મહેન્દ્ર પટેલ, નયના પટેલ, ભગવતી પટેલ, મમતા ગ્રૂપ કોર્પોરેટ સર્વિસિસ LLP અને મમતા મેનેજમેન્ટ સર્વિસિસ LLPનો સમાવેશ થાય છે. તે એક OFS હોવાથી, કંપનીને પબ્લિક ઈશ્યુમાંથી કોઈ રકમ પ્રાપ્ત થશે નહીં, અને સમગ્ર ભંડોળ ઈશ્યુ વેચનારા શેરધારકોને જશે.

આ પણ વાંચોઃ વર્ષ 2025માં 14 ટ્રેડિંગ દિવસોમાં શેરબજાર નહીં ખુલે, ચેક કરો રજાઓની યાદી

Transrail Lighting IPO
ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ 19 ડિસેમ્બરે પોતાનો આઈપીઓ ઓપન કરશે. કંપની આઈપીઓ હેઠળ 400 કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. સાથે તેમાં પ્રમોટર અજન્મા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1.01 કરોડ ઈક્વિટી શેરના વેચાણની રજૂઆત પણ લાવવામાં આવશે.

23 ડિસેમ્બરે બંધ થશે IPO
IPO ડોક્યુમેન્ટ્સ પ્રમાણે અજન્મા હોલ્ડિંગ્સની પાસે મુંબઈ સ્થિત કંપનીમાં 83.22 ટકા ભાગીદારી છે. 

Transrail Lighting Limited નો IPO 19 ડિસેમ્બરે ઓપન થઈ 23 ડિસેમ્બરે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર 18 ડિસેમ્બરથી શેરમાં બોલી લગાવી શકશે.

કેમ કંપની લાવી રહી છે આઈપીઓ
તાજા ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, મૂડી ખર્ચને ટેકો આપવા અને સામાન્ય કંપનીની કામગીરી માટે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ EPF સભ્યો માટે ખુશખબર, આ ફેરફારનો થશે ડબલ ફાયદો, વધીને મળશે વ્યાજ

શું કરે છે Transrail Lighting Limited
ટ્રાન્સરેલ લાઇટિંગ એ ભારતની અગ્રણી એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) કંપનીઓમાંની એક છે. તે મુખ્યત્વે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ સેક્ટરમાં રોકાયેલ છે. તે 58 થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More