Home> Business
Advertisement
Prev
Next

સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તક

Upcoming IPO 2024: કુલ 7 કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. તેમાં સૌથી નામચીન  Bajaj Housing Finance ના 7000 કરોડના આઈપીઓને પહેલા જ મંજૂરી મળી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં આવી શકે છે. 
 

સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તક

Upcoming IPO 2024: સપ્ટેમ્બરનો મહિનો ફરી બજારમાં કમાણીનો મહિનો બની શકે છે. એક બાદ એક આઈપીઓ માર્કેટમાં ઉતરવા માટે તૈયાર છે. તેવામાં થોડા પૈસા સપ્ટેમ્બર માટે બચાવીને રાખો. આવનારા સપ્તાહમાં બજારમાં મોટી સંખ્યામાં IPO આવવા માટે તૈયાર છે. કુલ 7 કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. તેમાં સૌથી નામચીન Bajaj Housing Finance ના 7000 કરોડના આઈપીઓને પહેલા જ મંજૂરી મળી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં આવી શકે છે. આવો એક નજર કરીએ કે સપ્ટેમ્બરમાં કયા-કયા આઈપીઓ આવવાના ચે. 

fallbacks

કઈ કંપનીઓને મળી ગઈ છે મંજૂરી?
ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ (Gala Precision Engineering)
કેઆરએન હીટ એક્સચેન્જર્સ (KRN heat exchangers)
બાઝાર સ્ટાઈલ રિટેલ (Baazar Style Retail)
મનબા ફાઈનાન્સ (Manba Finance)
દીપક બિલ્ડર એન્ડ એન્જિનિયરિંગ(Deepak builder & Engineering)
ડિફ્યુઝવ એન્જિનિયરિંગ (Defusion Engineering)

આ પણ વાંચોઃ આ શું થયું? બ્રિટિશ પાર્ટનરે છોડ્યો ઈશા અંબાણીની કંપનીનો સાથ, બંધ થવા લાગ્યા સ્ટોર

આ કંપનીઓ પણ છે આઈપીઓની રેસમાં

કંપની IPO સાઇઝ (Cr) (E)
સ્વિગી (Swiggy) ₹10,400
નિવા બૂપા સ્વાસ્થ્ય વીમા (Niva Bupa Health Insurance) ₹3,000
એસકે ફાઈનાન્સ (SK Finance) ₹2,200
સુરક્ષાડાઇગ્નોસ્ટિક (Suraksha Diagnostic) ₹800
 વન મોબિક્વિક સિસ્ટમ્સ (One Mobikwik Systems) ₹700
પટેલ રિટેલ (Patel Retail) ₹250-325
હીરો ફીનકોર્પ (Hero Fincorp) ₹4,000 (Fresh issue + OFS)

કઈ કંપનીને મંજૂરી મળવાની બાકી?
Hyundai Motors અને Shivalik Engineering ના IPO માટે એક્સચેન્જની મંજૂરીની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.

આ કંપનીએ ફાઈલ કર્યા DRHP

કંપની IPO સાઇઝ (Cr) (E)
 મંજુશ્રી ટેક્નોપેક (Manjushree Technopack) ₹3,000
જેએસડબ્લ્યુ સીમેન્ટ (JSW Cement) ₹4,000
કલ્પતરૂ (Kalpataru) ₹1,600
ટ્રૂઅલ્ટ બાયોએનર્જી (TruAlt Bioenergy) -
ઇનોવિઝન (Innovision) -
સ્માર્ટવર્કર્સ કોવર્કિંગ સ્પેક્સ (Smartworks Coworking Spaces) -
ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ (Zinka Logistics Solutions) -

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More