Home> Business
Advertisement
Prev
Next

PAN CARD: પાન કાર્ડમાં ભૂલ છે? હવે ઘરે બેસીને પણ તમે સુધારો કરી શકશો, જાણો સરળ રસ્તો

પાન કાર્ડમાં ઘણીવાર નાની નાની ભુલ હોય છે જેના કારણે તે આધાર સાથે લિંક નથી થઈ શકતું. જો એમાં નામની કે પછી એડ્રેસની ભુલ હોય તો એને સુધારીને અપડેટ કરાવવું પડે છે. પરંતુ હવે સરળતાથી તમે પાન કાર્ડમાં સુધારો કરી શકો છો અને એ પણ ઘરે બેસીને, આ છે સરળ રસ્તો

PAN CARD: પાન કાર્ડમાં ભૂલ છે? હવે ઘરે બેસીને પણ તમે સુધારો કરી શકશો, જાણો સરળ રસ્તો

નવી દિલ્હી : પાન કાર્ડ બહુ મહત્વનો દસ્તાવેજ છે. તે અનેક ફાઇનાન્શિયલ કામમાં બહુ વધારે કામ આવે છે. હવે તો પાનને આધાર સાથે લિંક કરવાનું બહુ જરૂરી છે. હવે તો પાનને આધાર સાથે લિંક કરવાનું પણ જરૂરી થઈ ગયું છે. આ લિંક કરવાની નવી સમયસીમા 30 સપ્ટેમ્બર કરી દેવાઈ છે. જો આ સીમા સુધી પાન અને આધાર લિંક નહીં થાય તો પાન 30 સપ્ટેમ્બર પછી અવૈદ્ય ગણવામાં આવશે. 

fallbacks

ઘણીવાર આ પાન કાર્ડમાં નાનીનાની ભુલ હોય છે જેના કારણે તે આધાર સાથે લિંક નથી થઈ શકતું. જો એમાં નામની કે પછી એડ્રેસની ભુલ હોય તો એને સુધારીને અપડેટ કરાવવું પડે છે. જોકે હવે એના માટે પાન સેન્ટર જવાની જરૂર નથી કારણ કે આ કામ ઘર બેસીને જ કરી શકાય છે. 

અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા
1. પ્લે સ્ટોરથી પહેલા ઉમંગ (UMANG) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.
2. રજિસ્ટર્ડ નંબરથી લોગ ઇન કરીને માઇ પાન પર પર ક્લિક કરો.
3. જે પેજ ખુલશે એમાં અનેક સુવિધાઓની જાણકારી હશે. આ સુવિધાઓમાંથી કરેક્શન અને ચેન્જવાળો વિકલ્પ પસંદ કરો.
4. CSF ફોર્મ ખુલશે જેમાં ખોટી વિગતો સુધારવાનો વિકલ્પ હશે.
5. CSF ફોર્મમાં પાન કાર્ડ નંબર અને બીજી વિગતો નાખો.
6. પ્રક્રિયા પુરી થયા પછી કરેક્શન ફી ભરવી પડશે. આ ફીની ચુકવણી નેટ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરી શકાશે. 
7. જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મને પછી નેશનલ સિક્યોરિટી ડિપોઝીટરી લિમિટેડ (NSDL) કે પછી પાન સેન્ટર પર જમા કરાવી શકાય છે. 

આ 10 કામ માટે જરૂરી છે પેન નંબર
1. બેંક એકાઉન્ટ ખોલવા અથવા એફડી માટે
2. એક જ દિવસમાં 50 હજાર રૂ. અથવા એના કરતા વધારે કેશ જમા કરાવવા માટે
3. પ્રોપર્ટી ખરીદવા
4. ગાડી ખરીદવા
5. વિદેશયાત્રા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા
6. હોટેલ બિલના પેમેન્ટ માટે
7. શેયર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે ડિબેન્ચર ખરીદવા
8. ક્રેડિટ, ડેબિટ કે ડિમેટ એકાઉન્ટ માટે અપ્લાય કરવા
9. કોઈ પણ કમાણી માટે નહીંતર 20  ટકા ટીડીએસ કપાશે
10. પ્રી પેડ મની વોલેટ અથવા ગિફ્ટ કાર્ડથી 50 હજાર કે વધારાના ટ્રાન્ઝેક્શન માટે જરૂરી

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More