Home> Business
Advertisement
Prev
Next

PF News: વધી જશે EPFO ની મર્યાદા, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને થશે ફાયદો

PF થી સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને કેટલો લાભ થાય છે, તેની તો દરેકને ખબર છે. પણ હવે EPFO નું અધિકાર ક્ષેત્ર વધારવાની વાત થઈ રહી છે. જેનો સીધો ફાયદો અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને થશે.

PF News: વધી જશે EPFO ની મર્યાદા, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને થશે ફાયદો

દિલ્લીઃ વર્ષ 2021માં EPFO ની મર્યાદા વધવા જઈ રહી છે. સમાચાર સામે આવી રહ્યાં છેકે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (Pradhan Mantri Shram Yogi Maandhan- PM-SYM) અને ટ્રેડર્સ (Traders) અને સેલ્ફ એમ્પલોઈડ (Self Employed) માટે નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) ને ઈપીએફઓની મર્યાદામાં લાવવાની કોશિશ થઈ રહી છે. જો બધુ જ બરાબર રહ્યું તો જલદી જ આ યોજનાની જાહેરાત પણ થઈ જશે.

fallbacks

શું બદલાઈ જશે
2 વર્ષ વીતી જવા છતાં પીએમ શ્રમ યોગી માનધાન યોજના (Pradhan Mantri Shram Yogi Maandhan- PM-SYM) અને નેશનલ પેન્શન સ્કીમમાં (National Pension Scheme) માં વધારે લોકોએ રોકાણ નથી કર્યું. ત્યારે હાલના દિવસોમાં પ્રશાસન ભારતીય જીવન વીમા નિગમ (LIC) પાસે છે. જો યોજના અંતર્ગત EPFO ની મર્યાદામાં લઈ સમાવી લેવામાં આવે તો પીએમ શ્રમ યોગી માનધાન યોજના અને  નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. એનું એક કારણ એ પણ છેકે, EPFO પાસે કર્મચારીઓનું ફંડ જમા કરવાનો લાંબો અનુભવ છે. અને સામાન્ય લોકો EPFO પર વધારે વિશ્વાસ કરે છે. 

Stock Market: હર્ષદ મહેતાની SCAM જોઈને ઘણાંને લાગ્યું શેરબજારનું ઘેલુ! શેરમાર્કેટની ABCD જાણો સરળ શબ્દોમાં

પીએમ શ્રમ યોગી માનધાન યોજના (Pradhan Mantri Shram Yogi Maandhan- PM-SYM)
પીએમ શ્રમ યોગી માનધાન યોજનાને ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. જેમાં 18 થી 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો દર મહિને 55 થી 200 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે. જેટલાં પૈસા કર્મચારીઓ જમા કરાવશે એટલાં જ પૈસા કેન્દ્ર સરકાર પણ જમા કરાવશે. 60 વર્ષ પુરા થતાં ની સાથે જ કર્મચારીને દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન મળવાની શરૂઆત થઈ જશે. સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધી આ સ્કીમમાં 44 લાખથી વધારે લોકોએ રોકાણ કર્યું છે.

Budget 2021: ખેડૂતોને ભેટ આપવાની તૈયારી, 19 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે કૃષિ લોનનો ટાર્ગેટ

નેશનલ પેન્શન સ્કીમ
2019માં ટ્રેડર્સ અને પોતાનો વ્યવસાય કરતા લોકો માટે નેશનલ પેન્શન સ્કીમ લોંચ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રીટેલર (છૂટક વેપારી), દુકાનદાર અને પોતાનો ધંધો કરનારા લોકો રોકાણ કરી શકે છે. 60 વર્ષની ઉંમર પુરી થવા પર એમને પેન્શન મળવાની શરૂઆત થાય છે. જોકે, એ જ વેપારી આ સ્કીમનો લાભ લઈ શકે છે જેમનું વાર્ષિક ટર્ન ઓવર 1.5 કરોડ થી વધારે ન હોય. આ યોજનામાં કેટલાં લોકોએ રોકાણ કર્યું છે તેની માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More