Home> Business
Advertisement
Prev
Next

વિજય માલ્યાના ફસાયા 170 કરોડ રૂ., બ્રિટને ભારતીય એજન્સીઓને કરી એલર્ટ

ભાગેડુ વિજય માલ્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે

વિજય માલ્યાના ફસાયા 170 કરોડ રૂ., બ્રિટને ભારતીય એજન્સીઓને કરી એલર્ટ

નવી દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાના મામલામાં એક મોટો ખુલાસો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિજય માલ્યાએ સ્વિટ્ઝર્લેન્ડની એક બેંકમાં 170 કરોડ રૂ. ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે બ્રિટનની ગુપ્તચર એજન્સી (UKFIU)એ 28 જૂન, 2017ના દિવસે ભારતને એલર્ટ કર્યું હતું. એજન્સીઓએ માલ્યા કેસની તપાસ કરી રહેલી એજન્સીઓ સીબીઆઇ અને ઇડીને આ વાતની જાણ કરી હતી. આ પછી વિજય માલ્યા વિરૂદ્ધ 13 બેંકોએ કાર્યવાહી શરૂ કરી હતી અને ભારતની સાથેસાથે બ્રિટનની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિજય માલ્યાએ જે ફંડ ટ્રાન્સફર કર્યું હતું એેને બ્રિટને સંદિગ્ધ ગતિવિધિ રિપોર્ટ (SAR)માં નોંધ્યું હતું. 

fallbacks

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે સીબીઆઇન અને બ્રિટનના તપાસ અધિકારીઓ વચ્ચે લંડનમાં બેઠક થઈ  હતી અને એ પછી જ વિજય માલ્યાની ગરદનની આસપાસ ફંદો કસવામાં આવ્યો હતો. કિંગફિશર એરલાઇન્સને લોન આપનારી બેંકોના સંગઠનની મુખ્ય બેંક ભારતીય સ્ટેટ બેંકે આપેલી માહિતી પ્રમાણે વિજય માલ્યા પર 7 હજાર કરોડ રૂ. કરતા વધારે રકમની લોન છે. એસબીઆઇએ આ લોનની ભરપાઈ માટે સૌથી પહેલાં બેંગ્લુરુની કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

એસબીઆઇએ 5 જુલાઈ, 2018ના દિવસે કહ્યું હતું કે હવે વિજય માલ્યાની બ્રિટન અને વેલ્સ ખાતેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. બેંકોનો દાવો છે કે વિજય માલ્યા વિરૂદ્ધ ચાલી રહેલા મામલામાં હાઇકોર્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસરને તહેનાત કરવામાં આવે એ જરૂરી છે. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More