Home> Business
Advertisement
Prev
Next

હવે ભારત નહીં આ દેશ છે સોનાની ચિડિયા, ગોલ્ડ રિઝર્વમાં દૂર-દૂર સુધી કોઈ નથી ટક્કરમાં

દુનિયાની સેન્ટ્રલ બેન્કે છેલ્લા બે વર્ષમાં ખુબ સોનાની ખરીદી કરી છે. ડોલરની ઘટતી ખરીદી શક્તિથી બચવા માટે સોનું સૌથી સારૂ સાધન માનવામાં આવે છે. આ કારણ છે કે સેન્ટ્રલ બેન્ક પોતાના રિઝર્વમાં સોનું રાખે છે. જાણો કયાં દેશની પાસે છે સોનાનો સૌથી મોટો ભંડાર...

હવે ભારત નહીં આ દેશ છે સોનાની ચિડિયા, ગોલ્ડ રિઝર્વમાં દૂર-દૂર સુધી કોઈ નથી ટક્કરમાં

નવી દિલ્હીઃ કોઈ જમાનામાં ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતું હતું. એક અંદાજ પ્રમાણે ભારતીય ઘરોમાં આશરે 25,000 ટન સોનું છે. પરંતુ શું તમે જાણો છો કો દુનિયામાં કયાં દેશ પાસે સૌથી વધુ સોનાનો ભંડાર ભરેલો છે. જવાબ છે અમેરિકા. અમેરિકા, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ, તેની તિજોરીમાં 8,133.46 ટન સોનું છે, જેની કિંમત લગભગ $489,133.74 મિલિયન છે. આ મામલે દુનિયાનો કોઈ દેશ અમેરિકાની નજીક પણ નથી. જેમ લોકો તેમના પોર્ટફોલિયોમાં સોનું રાખે છે, તેમ દેશો પણ તેમના અનામતમાં સોનું રાખે છે જેથી મુશ્કેલીના સમયે તેનો ઉપયોગ કરી શકાય. તાજેતરના સમયમાં તમામ દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટાપાયે સોનાની ખરીદી કરી છે.

fallbacks

અમેરિકા બાદ સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ જર્મનીની પાસે છે. આ યુરોપીયન દેશના કેન્દ્રીય ખજાનામાં 3,352.65 ટન સોનું છે, જેની કિંમત 201,623.07 મિલિયન ડોલર છે. સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ઈટાલી ત્રીજા સ્થાને છે. તેની પાસે $147,449.64 મિલિયનની કિંમતનું 2,451.84 ટન સોનું છે. ફ્રાન્સ પાસે $146,551.80 મિલિયનની કિંમતનું 2,436.88 ટન સોનું છે. આ યાદીમાં પાંચમું સ્થાન રશિયાનું છે જેની પાસે 2,332.74 ટન સોનું છે. યુક્રેન પર હુમલા પહેલા, રશિયાએ અન્ય દેશો પાસે પડેલા તેના સોનાના ભંડારને પરત મોકલ્યો હતો. તેના સોનાના ભંડારની કિંમત 140,287.50 મિલિયન ટન છે.

ભારતની પાસે કેટલું સોનું છે
દુનિયાની બીજી સૌથી મોટી ઇકોનોમીવાળો દેશ ચીન આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. તેની પાસે 2,191.53 ટન સોનાનો ભંડાર છે, જેની કિંમત 131,795.43 મિલિયન ડોલ છે. ચીને હાલમાં પોતાના ગોલ્ડ રિઝર્વમાં ઝડપથી વધારો કર્યો છે. 
યુરોપના નાના દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં 1,040 ટન સોનું છે જેની કિંમત લગભગ $62,543.91 મિલિયન છે. આ યાદીમાં આઠમા નંબરે જાપાન છે. તેમની પાસે $50,875.51 મિલિયનનું 845.97 ટન સોનું છે. આ યાદીમાં ભારત નવમા નંબરે છે. ભારતમાં $48,157.71 મિલિયનની કિંમતનું 800.78 ટન સોનું છે.

આ પણ વાંચોઃ 2.75 રૂપિયાથી 670ને પાર પહોંચ્યો આ શેર, 1 લાખના રોકાણને બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

નેધરલેન્ડ પણ ટોપ 10માં સામેલ છે. આ યુરોપીયન દેશની પાસે 612.45 ટન ગોલ્ડ છે, જેની કિંમત 36,832.02 મિલિયન ડોલર છે.

આખરે સોનું કેમ ખરીદી રહી બેન્ક
દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ છેલ્લા બે વર્ષમાં 1000 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. જાણકારોનું કહેવું છે કે ડોલરના ઘટતા પાવરથી બચવા માટે સોનું સૌથી સારૂ છે. છેલ્લા 110 વર્ષથી આવું થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે. ચલણ અને અર્થવ્યવસ્થા જોખમમાં હોય ત્યારે પણ કેન્દ્રીય બેંકો મોટા પાયે સોનું ખરીદે છે. અમેરિકા, ચીન અને યુરોપના ઘણા દેશોમાં મંદીની શક્યતા છે. ખાસ કરીને ચીન આર્થિક મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જો ચીનની અર્થવ્યવસ્થા ડૂબી જશે તો તેની અસર આખી દુનિયા પર જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More