Home> Business
Advertisement
Prev
Next

Airport ની જેમ Railway Stations પર આપવી પડશે યૂઝર ડેવલપમેન્ટ ફી, કેબિનેટ નોટ તૈયાર; જલ્દી થશે લાગુ

ભારતીય રેલવે સ્ટેશનોને (Indian Railway Stations) વર્લ્ડ ક્લાસ બનાવવાની કિંમત ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ. લાંબા સમયથી ચર્ચા છે કે, એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનો પર પણ યૂઝર ડેવલપમેન્ટ ફી (UDF) વસુલવામાં આવશે

Airport ની જેમ Railway Stations પર આપવી પડશે યૂઝર ડેવલપમેન્ટ ફી, કેબિનેટ નોટ તૈયાર; જલ્દી થશે લાગુ

Railway Station fees: ભારતીય રેલવે સ્ટેશનોને (Indian Railway Stations) વર્લ્ડ ક્લાસ બનાવવાની કિંમત ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ. લાંબા સમયથી ચર્ચા છે કે, એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનો પર પણ યૂઝર ડેવલપમેન્ટ ફી (UDF) વસુલવામાં આવશે. હવે સમાચાર આવી રહ્યા છે કે, રેલ મંત્રાલયે કેબિનટ નોટ જારી કરી છે. એટલે કે, હવે UDF લાગુ થવામાં માત્ર એક પગલું દૂર છે. નીતિ આયોગ સાથે ચર્ચા કર્યા બાદ UDF લાગુ કરવા માટે આ કેબિનેટ નોટ જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના પહેલા એઠવાડિયામાં રેલ મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે UDF ફોર્મૂલાને લઇને સંમતિ દર્શાવી હતી.

fallbacks

રેલવેથી મુસાફરી થશે મોંઘી
રેલવે સ્ટેશનો પર યાત્રીઓ પાસેથી યૂઝર ડેવલપમેન્ટ ફી (User Development Fees) વસુલવા માટે આ નોટને કેબિનેટમાંથી આગામી મહિને ઇશ્યૂ કરવામાં આવી શકે છે. ત્યારબાદ તેને લાગુ કરવામાં આવશે. એટલે કે થઈ શકે છે આગામી વખત જ્યારે તમે રેલવે ટિકિટ બુક કરાવશો તો તમારી પાસેથી UDF ફી વસુલવામાં આવશે, જેનાથી તમારી રેલવે મુસાફરી મોંઘી થઈ શકે છે.

આ પણ વાંચો:- જાણો કિસાન વિકાસ પત્રમાં પૈસાનું રોકાણ કરવાથી મળશે આટલું મોટું વળતર

કેમ બધાએ આપવું પડશે UDF?
હવે સવાલ ઉઠે છે કે, શું UDF તમામ સ્ટેશનો પર તમામ યાત્રીઓ પાસેથી વસુલવામાં આવશે. તો તેનો જવાબ ના છે. આ માત્ર તે સ્ટેશનો પર લાગુ થશે જેને પ્રાઇવેટ કંપનીઓ દ્વારા રી-ડેવલપ કરવામાં આવી રહ્યા છે. આધુનિક અને સુવિધાજનક બનાવવામાં આવી રહ્યા છે. જો તમે આ સ્ટેશનોથી યાત્રા કરશો તો તમારે UDF ચુકવવું પડશે. રેલવે બોર્ડના CEO વી કે યાદવનું કહેવું છે કે, લગભગ 700-1000 રેલવે સ્ટેશન એવા છે જ્યાં UDF વસુલવામાં આવશે. હાલ પહેલા તબક્કામાં 62 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમને રી-ડેવલપમેન્ટ માટે આપવામાં આવ્યા છે. તેમાં નવી દિલ્હી, મુંબઇ, નાગપુર, ઇન્દોર અને ચંડીગઢના રેલવે સ્ટેશન સામેલ છે.

આ પણ વાંચો:- Gold Price Today: દોડો...દોડો...સોનું ખરીદવાની છે સોનેરી તક, 9 હજાર રૂપિયા સસ્તું થયું સોનું

ક્યારે અને કેટલું લાગશે UDF
જો કે, હજુ નક્કી થયું નથી કે, કેટલી યૂઝર ડેવલપેમન્ટ ફી વસુલવામાં આવશે, પરંતુ એક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે, 30-40 રૂપિયા પ્રતિ ટિકિટ આ ફી હોઈ શકે છે. જો કે, અલગ અલગ શ્રેણીઓના હિસાબથી UDF પણ અલગ અલગ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More