Home> Business
Advertisement
Prev
Next

આ ગુજરાતણ પાસે છે દુનિયાનું સૌથી મોટું અને મોંઘુ ઘર, અંબાણીનું એન્ટીલિયા પણ નાનું લાગશે

biggest house in world : હાઉસિંગ ડોટ કોમની માહિતી મુજબ, વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ લંડનના બકિંગહામ પેલેસ કરતા પણ મોટો છે... અંબાણીનું ઘર તો તેની સામે બહુ નાનું છે 

આ ગુજરાતણ પાસે છે દુનિયાનું સૌથી મોટું અને મોંઘુ ઘર, અંબાણીનું એન્ટીલિયા પણ નાનું લાગશે

who is Radhikaraje Gaekwad : લક્ષ્મી વિલાસ પેલેસ, ગુજરાતમાં આવેલો અને વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારની માલિકીનો છે. વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણ તરીકે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની ગણતરી થાય છે. ઈંગ્લેન્ડના બકિંગહામ પેલેસ કરતા ચાર ગણા વિસ્તારમાં તે ફેલાયેલો છે. આ મહેલ ઈતિહાસમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. હાલમાં વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને તેમાની પત્ની મહારાણી રાધિકારાજે ગાયકવાડ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ આ વિશાળ વિસ્તારમાં રહે છે. જે અંબાણી પરિવારના એન્ટીલિયા કરતા પણ મોંઘુદાટ ગણાય છે. 

fallbacks

Housing.com મુજબ, આ પેલેસનો વિસ્તાર બકિંગહામ પેલેસ કરતાં પણ વધારે છે, જે 828,821 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેની સરખામણીમાં મુકેશ અંબાણીની એન્ટિલિયા, જે 15,000 કરોડ રૂપિયાનું વિશ્વનું સૌથી મોંઘું ઘર છે, તે 48,780 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે.

ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ 170 થી વધુ રૂમ ધરાવે છે અને તેમાં ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1890માં આશરે £180,000ના ખર્ચે આ ભવ્ય મહેલના નિર્માણની શરૂઆત કરી હતી.

એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજાને આપી મિલિયન ડોલર સલાહ

વાંકાનેરના શાહી પરિવારમાં જન્મેલા રાધિકારાજેના લગ્ન વડોદરાના મહારાજા સાથે થયા છે. હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં રાધિકારાજેએ કહ્યું કે તેઓ એ ધારણાને નથી માનતા કે તેમનું જીવન કોઈ પણ રીતે ખુબ અલગ રહ્યું છે. રાધિકારાજેના પિતા વાંકાનેરના મહારાજકુમાર ડોક્ટર રંજીત સિંહજી છે. રંજીત સિંહજી આ શાહી પરિવારના પહેલા એવા વ્યક્તિ હતા જેઓ રાજવી કુટુંબનો ખિતાબ છોડીને આઈએએસ અધિકારી બન્યા હતા.

રાધિકારાજેએ જણાવ્યું કે 1984માં જ્યારે ભોપાલ ત્રાસદી થઈ ત્યારે તે સમયે મારા પિતા ત્યાં કમિશનર તરીકે તૈનાત હતા. તે સમયે મારી ઉંમર 6 વર્ષ હતી. જો કે મને હજુ પણ યાદ છે કે મારા પિતા પૂરેપૂરી નીડરતાની સાથે પોતાની ડ્યૂટી કરતા અને લોકોની મદદ પણ કરી રહ્યા હતા. તે રાતે મે પહેલી ચીજ એ શીખી કે તમે આંગળી ઉઠાવ્યા વગર ચીજો ઠીક કરવાની આશા રાખી શકો નહીં. આ એક એવી ચીજ હતી જે મે મારા પિતા પાસેથી મોટી થઈ તે દરમિયાન શીખી. 

કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More