Home> Business
Advertisement
Prev
Next

માર્કેટમાં ટૂંક સમયમાં આવશે 'શાકાહારી ઇંડા', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ડોક્ટરો પ્રોટિનની ઉપણ માટે લોકોને ઇંડા ખાવાની સલાહ આપે છે, પરંતુ પૂર્ણ વેજ લોકો આ સલાહને અપનાવતા નથી. તેવામાં લોકોની સમસ્યાને દૂર કરવા માટે થોડા સમયમાં બજારમાં વેજીટેરિયન ઇંડા લાવી શકાય છે. 

માર્કેટમાં ટૂંક સમયમાં આવશે 'શાકાહારી ઇંડા', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

નવી દિલ્હીઃ ખાન-પાનના મામલામાં સમાજ મુખ્ય રૂપથી ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. વેજીટેરિયન, નોન વેજીટેરિયન અને એગેટેરિયન. શહેરી કલ્ચરમાં રહેતા કેટલાક લોકો ઇંડાને વેજ કેટેગરીમાં માને છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાંથી આવીને શહેરમાં વસેલા લોકો પણ ઇંડાને વેજ માનવા તૈયાર નથી. ડોક્ટરો પ્રોટિનની આપૂર્તિ માટે લોકોને ઇંડા ખાવાની સલાહ આપે છે, પરંતુ પૂર્ણ વેજીટેરિયન લોકો આ સલાહને માનતા નથી. તેવામાં લોકોની  સમસ્યાને દૂર કરવા માટે ઝડપથી બજારમાં વેજીટેરિયન ઇંડા લાવવામાં આવશે. પરંતુ આ કોઈ ઇંડુ નહીં હોય પરંતુ તે એક એવો પદાર્થ હશે જે ઇંડા ખાવાથી મળતા ફાયદા બોડીમાં આપૂર્તિ કરશે. 

fallbacks

fallbacks

ઇંડા ખાતા લોકો માટે એક મોટી કંપનીએ લિક્વિડ એગ સબ્સિટ્યૂટ લોન્ચ કરી ચુકી છે. તે સંપૂર્ણ રીતે મગની દાળથી બનેલું છે. કંપની તેને આ વર્ષે ભારતીય બજારમાં ઉતારી શકે છે. કંપનીનો દાવો છે કે ઇઁડાના વિકલ્પના રૂપમાં લોન્ચ આ પ્રોડક્ટને અમેરિકામાં સારો પ્રતિસાદ મળ્યો છે. આશા છે કે ભારતીય વેજીટેરિયન લોકો પણ તેને અજમાવશે. 

fallbacks

અહીં તમને જણાવી દઈએ કે હાલના સમયમાં શરીરમાં પ્રોટિનની કમી માટે ઇંડા સૌથી સરળ અને સસ્તો ખાદ્ય પદાર્થ છે. ડોક્ટરો જણાવે છે કે આમ તો પ્રોટિન માટે સોયાબીન, દૂધ, મટર વગેરે ઘણા વિકપ્લ છે, પરંતુ તેને ખાવા એટલા સરળ નથી. જ્યારે ઇંડા ખાવા સુલભ છે. સાથે આ વસ્તુના ભાવ પણ ઇંડા પ્રમાણે વધારે છે. સાથે ઇંડાનો ઘણા રૂપમાં પ્રયોગ કરીને ખાઈ શકાય છે. ઉદાહરણ તરીકે ઇંડાને બાફીને, આમલેટ બનાવીને, દૂધમાં નાખીને, કેક, એગ રોલ વગેરે રૂપમાં ખાઈ શકાય છે. જ્યારે અન્ય બીજા વિકલ્પ સાથે આવું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More