Home> Business
Advertisement
Prev
Next

Penny Stock: 84 પૈસાના આ શેર પર તૂટી પડ્યા રોકાણકારો, 89% સસ્તો જોવા મળી રહ્યો છે ભાવ

Viaan Industries Ltd Share Performance: રિટર્નના મામલે પેની સ્ટોકનો કોઈ તોડ નથી. પેની સ્ટોક ઓછા સમયમાં તગડું રિટર્ન આપે છે. જો કે તેમાં દાવ લગાવવો જોખમભર્યું હોય છે

Penny Stock: 84 પૈસાના આ શેર પર તૂટી પડ્યા રોકાણકારો, 89% સસ્તો જોવા મળી રહ્યો છે ભાવ

Viaan Industries Ltd Share Performance: રિટર્નના મામલે પેની સ્ટોકનો કોઈ તોડ નથી. પેની સ્ટોક ઓછા સમયમાં તગડું રિટર્ન આપે છે. જો કે તેમાં દાવ લગાવવો જોખમભર્યું હોય છે. અમે તમને એક એવા પેની સ્ટોક વિશે જણાવીશું જેણે પોતાના રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. આ શેર વિયાન ઈન્ડસ્ટ્રીનો છે. કંપનીના શેરોમાં મંગળવારે 5 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેર 84 પૈસા પર પહોંચી ગયો હતો. 

fallbacks

કંપનીના શેરોની સ્થિતિ
વિયાન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર છેલ્લા પાંચ દિવસમાં 3.70 ટકા ચડ્યા છે. મહિનામાં 7 ટકા અને છ મહિનામાં 45 ટકાનું રિટર્ન આપ્યું છે. આ વર્ષે YTD માં આ શેર 27.27 ટકાનું રિટર્ન આપ્યું છે. વર્ષમાં આ શેરે 21.74 ટકા ચડ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જો કે આ શેરમાં 89 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલા આ શેરની કિંમત 7 રૂપિયા કરતા વધુ હતી. તેનું 52 અઠવાડિયાનું હાઈ પ્રાઈસ 96 પૈસા અને 52 અઠવાડિયાનું લો પ્રાઈસ 49 પૈસા છે. કંપનીની માર્કેટ કેપ 9.26 કરોડ રૂપિયા છે. 

કંપની વિશે
વિયાન ઈન્ડસ્ટ્રીઝ એક ભારતીય કંપની છે. કંપની વસ્તુઓ, ઈલેસ્ટ્રોનિક્સ સામાનની વેપારીક ગતિવિધિઓ અને મોબાઈલ આધારિત ગેમ, એપ્લિકેશન અને એનિમેટેડ ફિલ્મોના વિકાસમાં કાર્યરત છે. તેની પ્રોડક્ટ્સ ભારત અને વિદેશોમાં વેચે છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More