ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ-2019ના પ્રારંભ બાદ પ્રથમ દિવસે બીજા સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિવિધ રાષ્ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના 5 MOU કરાયા હતા. આ MOU અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુ.એ.ઇ., ફ્રાન્સ, રશિયા અને જાપાનના વિવિધ કંપની સંચાલકો સાથે થયેલા આ એમ.ઓ.યુ.થી રાજ્યની ઔદ્યોગિક વિકાસયાત્રા, રોજગાર સર્જન અને કૃષિ ક્ષેત્રને વેગ મળશે.
Vibrant Summit 2019 : પ્રથમ દિવસે ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત
કયા દેશની કઈ કંપની સાથે થયા MOU
ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ
આ બેઠક બાદ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા વિકસીત રાષ્ટ્રોના વડાઓની સહભાગીતાથી રાજ્ય નવા સિમાચિન્હો પાર કરશે.
મુખ્યમંત્રી સાથેની આ વન-ટુ-વન બેઠકોની મેરેથોન શૃંખલામાં મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે