Vishal Mega Mart IPO: દિગ્ગજ સુપરમાર્ટ કંપની વિશાલ મેગા માર્ટના IPOની લોન્ચિંગ તારીખ સામે આવી છે. આ કંપનીનો IPO 11 ડિસેમ્બર 2024ના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 13 ડિસેમ્બર 2024ના રોજ ક્લોઝ થશે. 10 ડિસેમ્બરે એન્કર રોકાણકારો IPO માટે આવેદન કરી શકશે. વિશાલ મેગા માર્ટ IPO દ્વારા 8000 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. આ IPOમાં તમામ શેર ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે, એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચવા જઈ રહ્યા છે અને IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંમાંથી કંપનીને કંઈપણ મળશે નહીં.
11-13 ડિસેમ્બર સુધ ખુલ્લો રહેશે IPO
પીટીઆઈના રિપોર્ટ અનુસાર ગુરુગ્રામ સ્થિત વિશાલ મેગા માર્ટે આરએચપી (રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઇલ કર્યું છે જેનાથી IPO લોન્ચની તારીખ સામે આવી છે. અપડેટેડ ડ્રાફ્ટ પેપર (UDRHP) અનુસાર પ્રસ્તાવિત IPOમાં પ્રમોટર સામાયત સર્વિસીસ LLP ઓફર ફોર સેલ મારફતે હિસ્સેદારી વેચવા જઈ રહી છે. આ IPOમાં કોઈ નવા શેર જાહેર કરવામાં આવી રહ્યા નથી. સામાયત સર્વિસીસ પાસે વિશાલ મેગા માર્ટમાં 96.55 ટકા હિસ્સો છે અને IPO દ્વારા જે પણ રકમ એકત્ર કરવામાં આવશે તે સામાયત સર્વિસીસને આપવામાં આવશે. 25 સપ્ટેમ્બર 2024ના રોજ શેર બજારમાં રેગ્યુલેટર સેબીએ વિશાલ મેગા માર્ટના IPOને લીલી ઝંડી આપી હતી. કંપનીએ આ વર્ષે જુલાઈમાં IPO માટે સેબીને અરજી કરી હતી.
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ
104-112 લાખ કરોડ રૂપિયાનું હશે રિટેલ માર્કેટ
વિશાલ મેગા માર્ટના સ્ટોર્સ ખાસ કરીને મધ્યમ-વર્ગ અને લોઅર મિડિલ ક્લાસની આવક ધરાવતા ગ્રાહકોને પૂરી પાડે છે. 30 જૂન 2024 સુધીમાં કંપનીના દેશભરમાં 626 સ્ટોર્સ છે અને સાથે-સાથે કંપની મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા પણ ઓપરેટ કરે છે. રેડસીયરના રિપોર્ટ અનુસાર 2023માં ભારતના રિટેલ માર્કેટનું મૂલ્ય 2023માં 68.72 લાખ કરોડ રૂપિયા રહ્યું છે અને 9 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 2028 સુધીમાં રૂ. 104-112 લાખ કરોડ થવાનો અંદાજ છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, ICICI સિક્યોરિટીઝ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ, જેફ્ફરીઝ ઈન્ડિયા, જેપી મોર્ગન ઈન્ડિયા, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની IPOના બુક રનિંગ લીડ મેનેજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે