Home> Business
Advertisement
Prev
Next

11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો GMP

Vishal Maga Mart IPO: વિશાલ મેગા માર્ટનો 8,000 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. તેના પર 13 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. પરંતુ તે સંપૂર્ણ રીતે ઓએફએસ છે અને તેમાં કોઈ નવા શેર જારી કરવામાં આવશે. 

11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો GMP

નવી દિલ્હીઃ સુપરમાર્કેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની વિશાલ મેગા માર્ટનો 8000 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 ડિસેમ્બરે ઓપન થશે. માર્કેટ રેગુલેટર સેબી સમક્ષ દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 13 ડિસેમ્બરે બંધ થશે અને એન્કર ઈન્વેસ્ટર 10 ડિસેમ્બરથી બોલી લગાવી શકશે. આ આઈપીઓમાં કોઈ ફ્રેશ શેર જારી કરવામાં આવશે નહીં અને તે સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. કંપનીના પ્રમોટર સમયત સર્વિસેઝ એલએલપી દ્વારા શેરનું વેચાણ કરસે. તેની પાસે કંપનીમાં 96.55 ટકા ભાગીદારી છે. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેર માટે પ્રાઇસ બેન્ડ 74-78 રૂપિયા નક્કી કરી છે. 

fallbacks

સાઇઝની દ્રષ્ટિએ આ વર્ષ 2024ના સૌથી મોટા આઈપીઓમાંથી એક છે. હ્યુન્ડઈ મોટર્સ ઈન્ડિયાનો આઈપીઓ 27000 કરોડ રૂપિયા, સ્વિગીનો 11000 કરોડ રૂપિયા અને એનટીપીસી ગ્રીન એનર્જીનો 10000 કરોડ રૂપિયાનો હતો. ઈન્વેસ્ટર 190 શેરના એક લોટ અને ત્યારબાદ તેના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પર એક લોટ માટે 14820 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં 50 ટકા શેર ક્યુઆઈબી માટે, 15 ટકા શેર નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે અને 35 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ હશે.

આ પણ વાંચોઃ 10 ડિસેમ્બરે ઓપન થશે IPO,કિંમત ₹75,ગ્રે માર્કેટમાં ધૂમ, પ્રથમ દિવસે ડબલ થઈ જશે પૈસા

વિશાલ મેગા માર્ટના 30 જૂન 2024 સુધી દેશભરમાં 626 સક્રિય સ્ટોર હતા. સાથે તેની એક મોબાઈલ એપ અને વેબસાઇટ છે. જોકે આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓએફએસ છે, તેથી કંપનીને કોઈ ફંડ મળશે નહીં અને બધા પૈસા શેરહોલ્ડરને મળશે.  Redseer ના એક રિપોર્ટ પ્રમાણે દેશનું રિટેલ માર્કેટ 2023માં 68-72 લાખ કરોડ રૂપિયાનું હતું અને 2028 સુધી તેના 104-112 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. વાર્ષિક તેમાં 9 ટકાનો વધારો થવાનું અનુમાન છે. 

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, Intensive Fiscal Services, જેફરીઝ ઈન્ડિયા, જેપી મોર્ગન ઈન્ડિયા, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયાને આ ઈશ્યુ માટે બુક-રનિંગ લીડ મેનેજર્સ બનાવવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More