Home> Business
Advertisement
Prev
Next

VODAFONE IDEA ને મળશે કારણ દર્શક નોટિસ, રદ થઇ શકે છે લાઇસન્સ

licence fee: કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં લાઇસન્સ ફીના માત્ર 10% ચૂકવ્યા છે. આમ, વોડાફોન આઈડિયાએ સરકાર પાસે લાઇસન્સ ફી તરીકે માત્ર રૂ. 78 કરોડ જમા કરાવ્યા છે જ્યારે કંપનીએ કુલ રૂ. 780 કરોડની લાઇસન્સ ફી જમા કરવાની હતી.

VODAFONE IDEA ને મળશે કારણ દર્શક નોટિસ, રદ થઇ શકે છે લાઇસન્સ

Vodafone Idea: ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપનીઓમાંની એક વોડાફોન આઈડિયા માટે સારા દિવસો ચાલતા નથી. લાયસન્સ ફીના મામલે કંપની ડિફોલ્ટર બની રહી છે. કંપનીએ તેની લાઇસન્સ ફી સરકારને ચૂકવી નથી. તેથી, કંપનીને સરકાર તરફથી કારણ બતાવો નોટિસ મળી શકે છે. જો કંપની આ બાબતે સરકારને સંતુષ્ટ કરવામાં નિષ્ફળ જશે તો સરકાર દ્વારા કંપનીનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં લાયસન્સ ફી જમા કરાવી નથી. કંપનીની કુલ લાઇસન્સ ફી 780 કરોડ રૂપિયા છે.

fallbacks

CNBC-આવાઝના અસીમ મનચંદાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં લાઇસન્સ ફીના માત્ર 10% ચૂકવ્યા છે. આમ, વોડાફોન આઈડિયાએ સરકાર પાસે લાઇસન્સ ફી તરીકે માત્ર રૂ. 78 કરોડ જમા કરાવ્યા છે જ્યારે કંપનીએ કુલ રૂ. 780 કરોડની લાઇસન્સ ફી જમા કરવાની હતી.

આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી

અસીમે વધુમાં કહ્યું કે કંપનીએ સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ પણ પૂરો ચૂકવ્યો નથી. જોકે કંપની 1 મહિનામાં વ્યાજ સાથે પૈસા આપી શકે છે. તમને જણાવી દઇએ કે ટેલિકોમ કંપનીએ દર ત્રિમાસિકમાં લાયસન્સ ફી ચૂકવવી પડે છે. જો આ રીતે જોવામાં આવે તો વોડાફોન આઈડિયાએ 15 જાન્યુઆરી સુધીમાં સરકાર પાસે ફી જમા કરાવવાની હતી. પરંતુ કંપની ફી જમા કરાવવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા

અસીમે વધુમાં જણાવ્યું હતું કે કંપની પાસે આગામી 15 દિવસ માટે વ્યાજ સાથે લાઇસન્સ ફી જમા કરવાનો વિકલ્પ છે. પરંતુ આ માટે કંપનીએ લાઇસન્સ ફીની સાથે માર્કેટ રેટ કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડશે. કંપની પાસે ભંડોળની અછત છે. કંપનીએ નાણાંની વ્યવસ્થા કરવા માટે બેંકોનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ ત્યાંથી કંપનીને નાણાં મળી શક્યા ન હતા.

અસીમે એમ પણ કહ્યું કે કંપનીએ બેંકો પાસેથી કુલ 7000 કરોડ રૂપિયાની લોનની માંગણી કરી હતી. પરંતુ બેંકોએ કંપનીને લોન આપી ન હતી. જેના કારણે કંપની ફી ભરી શકી નથી. હવે સરકાર 2 થી 3 દિવસમાં કંપનીને કારણ બતાવો નોટિસ આપશે. ત્યાર બાદ લાયસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી શકાશે.

આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો:  માન્યામાં નહીં આવે પણ સાચું છે,  પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More