નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી બાદ હવે મોટાભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ચીનમાંથી બિસ્તરા પોટલા બાંધી લેવાનું મન બનાવી લીધુ છે. આ જ સંલગ્ને જર્મનીની જૂતા બનાવનારી કંપની વોન વેલ્સ (Von Wellx) એ ચીનથી પોતાનો કારોબાર સમેટી લીધો છે. કંપની ભારતમાં પોતાની ફેક્ટરી લગાવશે.
આગરામાં લગાવશે ફેક્ટરી
વોન વેલ્સ શાનદાર અને હેલ્ધી ફૂટવેર્સ માટે પ્રખ્યાત છે. કંપનીએ હાલમાં જ ચીનમાં પોતાની ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કંપનીએ પોતાનું નવું પ્રોડક્શન યુનિટ ભારત લાવવાનો નિર્ણય કર્યો છે. જલદી આગરામાં વોન વેલ્સનું પ્રોડક્શન શરૂ થશે. આ માટે કંપનીએ લેટ્રિક ઈન્ડસ્ટ્રીઝ સાથે કરાર પણ કરી લીધો છે.
જુઓ LIVE TV
દુનિયામાં પ્રીમિયમ બ્રાન્ડ્સમાની એક છે વોન વેલ્સ
આ મામલે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે વોન વેલ્સ સમગ્ર દુનિયામાં પોતાના જૂતા માટે પ્રખ્યાત છે. કંપનીનો દાવો છે કે તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી પગ, ઘૂંટણ અને કમરના દુખાવા જેવી સમસ્યાથી રાહત મળે છે. કંપની વેબસાઈટના જણાવ્યાં મુજબ વોન વેલ્સના ઉત્પાદનો 80 દેશોમાં વેચાય છે. દુનિયાભરમાં આ ફૂટવેર્સનો ઉપયોગ કરનારાની સંખ્યા 10 લાખથી પણ વધુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ જર્મન કંપનીના દુનિયાભરમાં 500થી વધુ રિટેલ સ્ટોર્સ છે. કંપની પોતાના ઉત્પાદનોનું વેચાણ ઓનલાઈન પણ કરે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે