Waaree Renewable Technologies Multibagger Stock: બજારમાં જ્યારે કોઈ ઈન્વેસ્ટર પૈસા લગાવે છે તો તેનો એક ઉદ્દેશ્ય હોય છે તેનાથી સારી કમાણી કરવી. તેવામાં કોઈ ક્યારેય ડૂબી રહેલી કંપનીમાં રોકાણ કરતું નથી. આજે અમે તમને એક એવા મલ્ટીબેગર સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ જેણે 5 વર્ષ દરમિયાન 44999 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ કંપનીનું નામ છે Waaree Renewable Technologies. 19 મે 2025ના આ શેર 1048 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
આ કંપનીમાં જો કોઈએ પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 4,49,99,000 રૂપિયા હોત. એટલે કે તે કરોડપતિ બની ગયો હોત.
પાંચ વર્ષમાં કરોડપતિ
Waaree Renewable Technologies એ શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે તેને એક રિન્યુએબલ એનર્જી કંપની પાસેથી 114.23 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે. બીએસઈની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઓર્ડર મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના 2.0 અંતર્ગત સૌર ઉર્જા પરિયોજના લગાવવા માટે લેટર ઓફ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે નાણાકીય વર્ષ 2025-2026 સુધી પૂર્ણ થવાની આશા છે.
વારી રિન્યુએબલ ટેક્નોલોજિસના જો નફાની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં તે વધીને 93.8 કરોડ રૂપિયા રહ્યો, જે પાછલા વર્ષના સમાન ગાળા દરમિયાન 51.3 કરોડ રૂપિયા હતો.
આ પણ વાંચોઃ 4 લોકોનો પરિવાર છે તો કેટલો લેવો જોઈએ ટર્મ ઈન્શ્યોરન્સ? આ ફોર્મ્યુલાથી થઈ જશે ગણતરી
કંપનીનું દમદાર પ્રદર્શન
ચોથા ક્વાર્ટરમાં કંપનીના નફામાં આશરે 68 ટકાની તેજી આવી છે. આ સિવાય કંપનીનો નફો 2025ના નાણાકીય વર્ષ માટે 145.2 કરોડ રૂપિયાથી વધી 228.92 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીનં રેવેન્યુ જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં 273.3 કરોડ રૂપિયાથી વધી વાર્ષિક આધાર પર 476.60 કરોડ રૂપિયા થઈ ગયું છે.
પાવર સ્ટોકે બે વર્ષમાં 415.39 ટકા અને ત્રણ વર્ષમાં 1618 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ કંપનીનો શેર 16 મે 2024ના 52 સપ્તાહના બાઈ 2519.95 રૂપિયા પર પહોંચી ગયો હતો અને 7 એપ્રિલ 2025ના પોતાના હાઈથી 60 ટકા નીચે 732.05 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે